________________
જગતમાં આ બે પુરુષો સ્વર્ગની પણ ઉપર રહે તેવા હોય છે કે જે પોતે સત્તાવાનુ છતાં ક્ષમાધારી હોય અને જે પોતે નિર્ધન છતાં દાન આપનાર હોય છે. I૬૪॥
दारिद्र्यान्मरणाद्वा मरणं संरोचते न दारिद्र्यम् । अल्पक्लेशं मरणं दारिद्र्यमनन्तकं दुःखम् ||६५ ।। હે મિત્ર! દારિદ્રચ અને મરણ બંનેમાંથી મને મરણ વધારે પસંદ છે, પણ દારિદ્રચ નથી, કારણકે મરણથી અલ્પ દુઃખ થાય છે અને દારિદ્રચ નિરંતર અનંત દુઃખને ઉપજાવનાર છે. Isl दीपनिर्वाणगन्धं च सुहृद्वाक्यमरुन्धतीम् ।
न जिघ्रन्ति न शृण्वन्ति न पश्यन्ति गतायुषः ।। ६६ ।। જે પુરુષ દીપનિર્વાણના ગંધને સુંઘી શકતો નથી, જે મિત્રના વચનને સાંભળતો નથી અને જે અરુંધતી(નક્ષત્ર)ને જોઇ શકતો નથી, તેનું આયુષ્ય અલ્પ છે એમ સમજવું. IIઙઙ
૧૨૯