________________
ગણિકાઓ એક લેશમાત્ર સુખની હેતુભૂત છે, પણ રાગીજનોને તે સર્વત્ર પર્વત જેટલું દુઃખ તો અવશ્ય આપે જ છે.
गुणाः सर्वत्र पूज्यन्ते पितृवंशो निरर्थकः । वासुदेवं नमस्यन्ति वसुदेवं न ते जनाः ।।१०।। ગુણો જ સર્વત્ર પૂજાય છે, પણ પિતાનો વંશ નિરર્થક છે. જુઓ, જે લોકો વાસુદેવને નમે છે, તેઓ વસુદેવને નમતા નથી. ll૧૦ના
गुणिनोऽपि निरीक्ष्यन्ते केऽपि केपि नराः क्वचित् । गुणानुरागिणः किन्तु दुर्लभास्त्रिजगत्यपि ।।११।। કોઇ કોઇ ગુણીજનો હજી ક્યાંક જોવામાં આવે છે, પણ ગુણાનુરાગી જનો તો ત્રણે જગતમાં પણ દુર્લભ(પ્રાયઃ વિરલા જ) હશે. ll૧૧|
गुणो भूषयते रूपं शीलं भूषयते कुलम् । सिद्धिर्भूषयते विद्यां भोगो भूषयते धनम् ।।१२।। ગુણ રૂપને શોભાવે છે, શીલ કુળને શોભાવે છે, સિદ્ધિ વિદ્યાને શોભાવે છે, અને ભોગ ધનને શોભાવે(સાર્થક કરે) છે. ૧રી गुणवज्जनसंसर्गा-घाति स्वल्पोऽपि गौरवम् । पुष्पमालानुसङ्गेन सूत्रं शिरसि धार्यते ।।१३।। ગુણીજનના સંગથી સાધારણજન પણ ગૌરવને પામે છે. પુષ્પમાળાના અનુસંગથી દોરાને પણ લોકો મસ્તક પર ધારણ કરે છે. ll૧૩ ‘गुणैरुत्तुङ्गतां याति नोच्चैरासनसंस्थितः । सुमेरुशिखरस्थोऽपि काकः किं गरुडायते ।।१४।। ગુણોથી જ લોકો ઉચ્ચતાને પામે છે, માત્ર ઊંચે આસને બેસવાથી મોટાઈ આવતી નથી. મેરુપર્વતના શિખર પર બેસવાથી કાગ કાંઇ ગરુડ બની જતો નથી. ૧૪ गात्रं सङ्कुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्तावलिः दृष्टिर्नश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते ।