________________
ચાતંક પિપાસાને લીધે મેઘ પાસે માત્ર જળના ત્રણ ચાર બિંદુની યાચના કરે છે અને મેઘ સમસ્ત જગતને જળથી પૂરી કરી દે છે. અહો! જુઓ તો ખરા કે મહાજનોની ઉદારતા કેવી હોય છે ? ।।૧૭।।
चलन्ति गिरयः कामं युगान्तपवनाहताः ।
कृच्छ्रेऽपि न चलत्येव धीराणां निश्चलं मनः ||१८|| પ્રલયકાળના પવનથી આઘાત પામેલ પર્વતો કદાચ અત્યંત ચલાયમાન થાય, તથાપિ કષ્ટ આવી પડતાં પણ ધીરપુરુષોનું નિશ્ચલ મન કદાપિ ચલાયમાન થતું નથી. ૧૮।
चित्ते भ्रान्तिर्जायते मद्यपानाद् भ्रान्ते चित्ते पापचर्यामुपैति । पापं कृत्वा दुर्गतिं यान्ति मूढास्तस्मान्मद्यं नैव पेयं न पेयम्
||9377
મદ્ય-મદિરાનું પાન કરવાથી ચિત્તમાં ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, ચિત્ત ભ્રમિત થવાથી તે પાપકર્મતરફ પ્રેરાય છે અને પાપના પ્રતાપે તે મૂઢ જનો દુર્ગતિમાં જાય છે, માટે મદ્યપાન કદાપિ ન જ કરવું. ૧૯ चत्वारो धनदायादा धर्माग्निनृपतस्कराः ।
• तेषां ज्येष्ठावमानेन त्रयः कुप्यन्ति बान्धवाः ।। २० ।। ધર્મ, અગ્નિ, રાજા અને તસ્કર(ચોર) એ ચાર ધનના ભાગીદાર હોય છે. તેમાં પ્રથમનું અપમાન કરવામાં આવે, તો ત્રણે(અગ્નિ, નૃપ અને તસ્કર) બાંધવ કોપાયમાન થાય છે. II૨૦ા
चाण्डालः पक्षिणां काकः पशूनां चैव कुक्कुरः । कोपो मुनीनां चाण्डाल - चाण्डालः सर्वनिन्दकः ।।२१।। પક્ષીઓમાં કાગડો એ ચાંડાલ છે, પશુઓમાં કુતરો ચાંડાલ, મુનિઓમાં ક્રોધ ચાંડાલ અને નિંદા કરનાર તે સર્વ કરતાં મોટો ચંડાળ છે. 112911
૯૩