________________
ચંદ્ર એક દિવસ પૂર્ણ હોય છે અને બહુ દિવસ ક્ષીણ રહે છે, તેમ સુખ થકી દુઃખ દેવતાઓને પણ અધિક હોય છે તો માણસોની શી વાત ? //રના. दधत्यार्तं सुखाकर्तुं सन्तः सन्तापमात्मना । सुदुःसहं सहन्ते हि तरवस्तपनातपम् ॥२२॥ સંતજનો આર્તજનોને સુખ પમાડવા પોતે સંતાપને સહન કરે છે. જુઓ, વૃક્ષ અત્યંત દુસહ સૂર્યના તાપને સહન કરે છે અને બીજાઓને છાયા કરે છે. રિરા दुर्जनः कालकूटं च ज्ञातमेतौ सहोदरौं । अग्रजन्मानुजन्मा च न विद्मः कतरोऽनयोः ।।२३।। એમ લાગે છે કે દુર્જન અને કાલકૂટ-એ બંને સગાભાઈ હોવા જોઇએ; પણ તેમાં મોટો ભાઈ અને નાનો ભાઈ કયો તે અમે જાણતા નથી.
दुर्जनदूषितमनसां पुंसां सुजनेऽपि नास्ति विश्वासः । बालः पयसा दग्धो दध्यपि स फूत्कृत्य भक्षयति ।।२४।। દુર્જનોથી દૂષિત થયેલા મનવાળા પુરુષોને સુજનમાં પણ વિશ્વાસ રહેતો નથી. દૂધથી દાઝેલ બાળક છાશને પણ ફૂંકીને પીએ છે. ર૪l. दुःखे दुःखाधिकान्पश्येत् सुखे पश्येत्सुखाधिकान्। . आत्मानं शोकहर्षाभ्यां शत्रुभ्यामिव नार्पयेत् ।।२५।। આત્માએ દુઃખમાં પોતાનાથી અધિક દુઃખીને જોવા અને સુખમાં પોતાનાથી અધિક સુખી જોવા-એ રીતે શત્રુરૂપ હર્ષ અને શોકને પોતાનો આત્મા અર્પણ ન કરવો. રપા
ददाति प्रतिगृह्णति गुह्यमाख्याति पृच्छति । भुङ्क्ते भोजयते चैवं षड्विधं प्रीतिलक्षणम् ।।२६।। આપે અને ગ્રહણ કરે, ગુપ્ત વાત કહે, પૂછે, જમે અને જમાડે એ છે પ્રીતિના લક્ષણો છે.
–૪ ૧૧૯ –