________________
નેત્ર અને હાથ ઘસાઇ ગયા, દાંતોની સાથે જીભ ઘસાઇ ગઇ અને પગ તથા આયુ પણ ઘસાઇ ગયાં, છતાં હજી અંતરનું મન ન ઘસાયું.II3II घृतकुम्भसमा नारी तप्ताङ्गारसमः पुमान् । तस्माद् घृतं च वनिं च नैकत्र स्थापयेद् बुधः || ४ || સ્ત્રી એ મૃતના કુંભ સમાન છે અને પુરુષ એ તપ્ત અંગાર સમાન છે. માટે સુજ્ઞજનો ઘૃત અને અગ્નિને એકત્ર(એક સ્થળે) સ્થાપન કરતાં નથી.
॥૪॥
घर्मार्त्तं न तथा सुशीतलजलैः स्नानं न मुक्तावलि - र्न श्रीखण्डविलेपनं सुखयति प्रत्यङ्गमप्यर्पितम् । प्रीत्यै सज्जनभाषितं प्रभवति प्रायो यथा चेतसः;. सधुक्या च पुरस्कृतं सुकृतिनामाकृष्टिमन्त्रोपमम् ॥५॥ ઘામ(ગરમી)થી પીડિત થયેલ પુરુષને અત્યંત શીતલ જળથી સ્નાન કરતાં શાંતિ વળતી નથી, મોતીની માળા કે દરેક અંગે કરેલ ચંદનના વિલેપનથી પણ તેને શાંતિ મળતી નથી, જેમ પુણ્યને ખેંચી લાવનાર મંત્ર સમાન અને સારી યુક્તિથી બોલવામાં આવેલ સજ્જનપુરુષના સુભાષિતથી તેના ચિત્તને જે શાંતિ ઉપજે.છે, તેવી શાંતિ તો ખરેખર! ઉપર કહેલ પદાર્થોથી તો નથી જ થતી. III
//