________________
પ્રારંભબિંદુ કોઈને ન મારવું એ નથી. હિંસાનું પ્રારંભબિંદુ છે - અન્ય જીવોના અસ્તિત્વનું સ્વીકાર ન કરવો, પદાર્થોના અસ્તિત્વનો પણ અસ્વીકાર કરવો. અહિંસાનો પ્રારંભબિંદુ છે - સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો તથા નાનામાં નાના પદાર્થોપરમાણુઓ સુધ્ધાંના અસ્તિત્વનો સ્વીકાર કરવો તથા તેમની સાથે અડપલાં ન કરવાં. પોતાના અસ્તિત્વની જેમ જ બીજાઓના અસ્તિત્વનું પણ સન્માન કરવું.
અહિંસાનો પ્રથમ સિદ્ધાંત
આત્મૌપમ્યનો આ સિદ્ધાંત અહિંસાનો પ્રથમ સિદ્ધાંત છે. પદાર્થોના અપરિગ્રહણનો સિદ્ધાંત અહિંસાનો ઉચ્છ્વાસ છે, તેનું પ્રાણતત્ત્વ છે. એ જ અહિંસાનું સમ્યગ્દર્શન છે. જે લોકો આ દર્શનને જાણતા નથી તેઓ પોતાના સંકુચિત સ્વાર્થની સીમામાં જીવતા હોય છે. તેની પૂર્તિ માટે હિંસાના છીછરા પ્રયોગો કરે છે અને પર્યાવરણનું પ્રદૂષણ પણ પેદા કરે છે. હિંસાની ભરતી માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ જ અવાંછનીય નથી, પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ પણ અવાંછનીય છે. ઇહલૌકિક અને પારલૌકિક બંને દૃષ્ટિએ તે અવાંછનીય છે તેથી મહાવીરે કહ્યું હતું –
એસ ખલુ ગંથે - હિંસા ગ્રંથિ છે.
એસ ખલુ મોહે - એ મોહ છે.
એસ ખલુ મારે – એ મૃત્યુ છે.
એસ ખલુ ણા૨ – એ નરક છે.
તં સે અહિયાએ – હિંસા માણસ માટે હિતકારક નથી.
તં સે અબોહીએ – તે બોધિનો વિનાશ કરનાર છે.
આ સ્વરનું ઉદાત્તીકરણ જ પર્યાવરણના પ્રદૂષણમાં અટલાયેલા સમાજમાં એક નવી ક્રાંતિ પેદા કરી શકશે.
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન • 24
For Personal and Private Use Only
www.jainelibrary.org