________________
ચિત્તની ચંચળતાનાં ત્રણ રૂપ છે – ચિંતન, અનુપ્રેક્ષા અને ભાવના.
ચિંતનઃ તેમાં વિષયની સીમા નથી હોતી. તેમાં મુક્ત ભાવે વિચાર ચાલે છે, વિકલ્પો આવે છે અને નવા નવા વિષયો પેદા થાય છે.
અનુપ્રેક્ષા: તે વિષય ઉપર થનારું અનુચિંતન છે. તેમાં નિશ્ચિત વિષય ઉપર જ વિકલ્પો કરવામાં આવે છે. કોઈ અનિત્યની અનુપ્રેક્ષા કરે છે ત્યારે તે પદાર્થના અનિત્ય સ્વભાવનું જ ચિંતન કરે છે. તેમાં મુક્ત ચિંતન હોય છે, વિષય નથી બદલાતો, વિકલ્પો બદલાતા રહે છે. - ભાવનાઃ તેમાં એક વિષયક વિકલ્પની પુનરાવૃત્તિ થાય છે. અનુપ્રેક્ષામાં વિકલ્પ બેવડાતો નથી. આમાં તે બેવડાવવામાં આવે છે ત્યારે તે ભાવના બની જાય છે. જપ એનો જ એક પ્રકાર છે. ભાવનામાં ચિંતન અને કર્મ એ બંનેની પુનરાવૃત્તિઓ કરવામાં આવે છે.
ચિંતનની અપેક્ષાએ અનુપ્રેક્ષાની સીમા નાની છે. તેની અપેક્ષાએ તેમાં ચંચળતાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. અનુપ્રેક્ષાની ભાવનામાં ચિત્તની ચંચળતા વધારે ઓછી થઈ જાય છે છતાં તેમાં એકાગ્રતાનું એ બિંદુ નથી બનતું કે જેને ધ્યાન કહી શકાય. અનુપ્રેક્ષા અને ભાવના કરતાં કરતાં ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે, તે આલંબન ઉપર એકાગ્ર થઈ જાય છે ત્યારે તે ધ્યાનના રૂપમાં બદલાઈ જાય છે.
ચિંતન - અનેક વિષય, અનેક વિકલ્પ અનુપ્રેક્ષા - એક વિષય, અનેક વિકલ્પ ભાવના - એક વિષય, એક વિકલ્પની પુનરાવૃત્તિ.
ધ્યાન - એક વિષય, એક વિકલ્પ, પુનરાવૃત્ત અથવા નિર્વિકલ્પ. ચિત્ત અને મન એક નથી
સામાન્ય રીતે ચિત્ત અને મનને એકાWક માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે એકાર્થક નથી. મનોવિજ્ઞાનમાં ચિત્તના અર્થમાં મુખ્યત્વે મનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ચિત્ત અને મનની એકતા માનવાથી સમસ્યાનું સમાધાન નથી મળતું. સમસ્યા એ છે કે શું મન સ્વયંસંચાલિત છે કે પછી તે કોઈ બીજા દ્વારા સંચાલિત છે? જો તે સ્વયંસંચાલિત હોય તો પછી તેને વશમાં કરવાની વાત નિરર્થક બની
મહાવીરનું અહિંસા-દર્શન • 121.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org