________________
આપણો સંબંધ સર્વથા વિચ્છિન્ન થઈ ગયો છે, થતો રહ્યો છે. શોધનો નવો સંદર્ભ
આયુર્વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં જ આપણા પ્રાચીન જ્ઞાનને તુલનાત્મક સ્વરૂપે લઈએ. યોગના આપણા પ્રાચીન ગ્રંથોમાં અમૃતસ્રાવની ખૂબ ચર્ચા છે. ગોરક્ષા પદ્ધતિ જોઈએ, હઠયોગના ગ્રંથો જોઈએ કે તંત્રશાસ્ત્રનું અધ્યયન કરીએ તેમાં અમૃતસ્રાવની ચર્ચાનો પ્રસંગ વારંવાર જોવા મળે છે. જૈનદર્શનમાં કર્મવાદ વિશે વ્યાપક સાહિત્યનું ખેડાણ થયું છે.
કર્મવાદના સંદર્ભમાં એક શબ્દનો પ્રયોગ થયો છે - અનુભાગ-વિપાક. અનુભાગનો વિપાક એટલે કે રવિપાક. એ જ રીતે આધુનિક આયુર્વિજ્ઞાનમાં પ્રયુક્ત શબ્દ છે – અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમના દ્વારા થતું હોર્મોન્સનું સિક્રેશન. સિક્રેશન એટલે સ્ત્રવણનો સ્રાવ, રસાયણનો રસ શબ્દ સેતુરૂપે ધ્યાન ખેંચે છે. જેમ કે અમૃતનો સ્રાવ, રસવિપાક અને રસનો સ્રાવ -- રસાયણ. આ તમામ શબ્દો સ્વાભાવિક રીતે જ વિચારવા માટે મજબૂર કરે છે. જ્યારે યોગમાં તેનું વર્ણન મળે છે ત્યારે તેનાથી આયુર્વેદ કેવી રીતે વંચિત રહી શકે? કારણ કે યોગના સિદ્ધાંતો આયુર્વેદ સાથે સંબંદ્ધ રહેલા છે. યોગીઓએ પોતાની અંતરદૃષ્ટિ દ્વારા પોતાના શરીરને જાણવાનો પ્રયત્ન કર્યો છે. આયુર્વેદના પુરસ્કર્તા વિદ્વાન ચરક, ધવંતરિ વગેરેએ પોતાની અંતર્દૃષ્ટિ દ્વારા ઔષધિઓ, વનસ્પતિઓ વગેરેને જાણવાનો પ્રયત્ન કર્યો. તે જ્ઞાન માત્ર બૌદ્ધિકસ્તર સુધી સીમિત ન રહ્યું, તેથી આયુર્વેદનો વિકાસ માત્ર બૌદ્ધિકસ્તરે જ નહિ, પરંતુ સાધનાની પશ્ચાદ્ભ ઉપર થયો છે, અંતર્દૃષ્ટિના આધારે થયો છે. ધવંતરિ: અતીન્દ્રિયજ્ઞાનથી સંપન્ન હતા
જૈન જ્ઞાનમીમાંસામાં જ્ઞાનના પાંચ પ્રકારો બતાવામાં આવ્યા છે. તેમાં બે જ્ઞાન પરોક્ષ છે - મતિ અને શ્રત, ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે – અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન. પ્રત્યક્ષજ્ઞાન એટલે અતીન્દ્રિયજ્ઞાન. જૈન સાહિત્યમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે ધવંતરિ અવધિજ્ઞાની હતા. તેઓ અતીન્દ્રિયજ્ઞાનથી સંપન્ન હતા. એવો ઉલ્લેખ જૈનભાષ્યોમાં મળે છે. તેથી કહેવામાં આવે છે કે આયુર્વેદના સિદ્ધાંતો અતીન્દ્રિયજ્ઞાન દ્વારા શોધવામાં આવ્યા છે. એક અન્ય પણ સકારાત્મક ચિંતન મળે છે. આયુર્વેદ વિશેષજ્ઞોને શિરા, મજ્જા-શોથ વગેરે
મહાવીરનું અહિંસા-દર્શન • 185
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org