________________
ગહન વિષયોની વ્યાપક જાણકારી હતી તો ગ્રંથિતંત્ર જેવો એની સાથે જ સંબંધ ધરાવતો મહત્ત્વનો વિષય એમનાથી અળગો રહી જાય તે શક્ય નથી લાગતું. એથી એ સ્પષ્ટ થાય છે કે એમ થયું નથી. પરંતુ એમ કહેવામાં પણ સંકોચ ન થવો જોઈએ કે વર્તમાનયુગમાં આયુર્વેદનું અધ્યયન ખૂબ પાછળ રહી ગયું છે. તેનું અધ્યયન અત્યંત સીમિત થઈ ગયું છે.
છેલ્લી ચાર-પાંચ શતાબ્દીઓમાં આયુર્વેદ અત્યંત ઉપેક્ષિત રહ્યું છે. તેની ઉપેક્ષાનું પરિણામ એ છે કે આયુર્વેદમાં શરીરશાસ્ત્રનું ગહન અધ્યયન નિતાંત આવશ્યક છે, પરંતુ આજે તે થતું નથી.
અષ્ટાંગહૃદય, સુશ્રુત વગેરે કેટલાક મુખ્ય આયુર્વેદિક ગ્રંથોનું ઉદાહરણ લઈએ. આ ગંભીર ગ્રંથો આજે ખાસ વંચાતા નથી. અષ્ટાંગહૃદય તો ખૂબ ઓછો વંચાતો હશે. મેં તેની ટીકા જોઈ તો અનુભવ થયો કે એ ગહન વિષયોની જેવી પર્યાપ્ત ટીકા થવી જોઈએ તે થઈ નથી. માત્ર શબ્દોનો અર્થ આપવો તે એક વાત છે. પરંતુ એ જ શબ્દો તથા વિષયો ઉપર ગહન અધ્યયન અને અનુભવથી છલોછલ જ્ઞાન હોવું એ બીજી વાત છે. કેટલું બધું વિસ્તૃત જ્ઞાન વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદ સાથે જોડાયેલું છે ! આયુર્વિજ્ઞાનઃ વર્તમાન સ્થિતિ
કેટલાંક વર્ષ પૂર્વે મેડિકલ કોલેજ – જયપુરની લાયબ્રેરીમાં જવાનો પ્રસંગ બન્યો. મારી જિજ્ઞાસા હતી પીનિયલ ગ્લેંડ વિશે કંઈક વિશેષ જાણવાની. અમે આચાર્ય મહોદયને પૂછ્યું કે શું અહીં પીનિયલ ગ્લેંડ વિશેનું કોઈ સારું પુસ્તક છે? તેમણે ઉત્તર આપ્યો કે એ વિષય ઉપર અમારી જાણકારી ખૂબ જ ઓછી છે. જો કે એ વિષય ઉપર અત્યારે અત્યંત વ્યાપક સાહિત્ય આવી ચૂક્યું છે, છતાં તેને પર્યાપ્ત કહી શકાય તેમ નથી. અમે જોયું કે ત્યાં પ્રત્યેક ગ્રંથિ વિષે વ્યાપક સાહિત્ય હતું, પરંતુ યુગીન અપેક્ષાઓ માટે તે પર્યાપ્ત નહોતું. આપણે વિજ્ઞાનના વિકસિત યુગમાં જીવી રહ્યા છીએ. આ યુગમાં પ્રત્યક વિષય ઉપર એટલું વિશાળ જ્ઞાન, અન્વેષણ અને પ્રયોગોની આવશ્યકતા છે કે અત્યાર સુધીમાં રચાયેલા વિશાળ ગ્રંથો અલ્પ જ લાગે છે. આયુર્વેદના ક્ષેત્રમાં પણ તેની બહુ મોટી અપેક્ષા છે, આવશ્યકતા છે.
જ્યાં સુધી તેની સાથે ગહન અધ્યયન, અન્વેષણ અને પ્રયોગો નહિ જોડાય, ત્યાં સુધી લોકોમાં તેની પ્રતિષ્ઠા વ્યાપક નહિ બને.
ન મહાવીરનું અહિંસા-દર્શન - 186 E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org