________________
કર્મવાદ અને ગણિત
જૈન સાહિત્યને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે
ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગ. ગણિતનો એક પૂરો ભાગછે. જૈનદર્શનમાં કર્મવાદનો ખૂબ વિકાસ થયો છે. કર્મની બાબતમાં જેટલો વિકાસ જૈનદર્શને કર્યો છે, એટલો કોઈ ભારતીય દર્શને નથી કર્યો. કર્મની ચર્ચા બધા દર્શનમાં ઉપલબ્ધ છે, પરંતુ કર્મવાદનું જેટલું વિકસિત રૂપ જૈનદર્શનમાં છે. એટલે કોઈનામાં નથી. કર્મવાદ અને ગણિત - બંને જોડાયેલાં છે. ગણિતની સૂક્ષ્મતાઓમાં પહોંચ્યા વગર કર્મવાદને સમજી શકાતો નથી. તેથી જૈનોમાં કર્મવાદને સમગ્ર રૂપે જાણનારા વ્યક્તિ છે કે નહિ, આ પ્રશ્નનો ઉત્તર આપવો મુશ્કેલ છે.
શીર્ષ પ્રહેલિકા
ગણિતનો વિષય અત્યંત સૂક્ષ્મછે. ગણતરીના ત્રણ વિભાગ કરવામાં આવ્યા - સંખેય, અસંખ્યય અને અનંત - પહેલાં સંખેયની પરિભાષા જોઈએ :
જૈન આગમોના પુનરુદ્ધારની દષ્ટિએ જૈનધર્મના આચાર્યો તથા સાધુઓની બે સંગતિઓ થઈ. તેઓ વલ્લભી વાચના અને માધુરી વાચનાના નામથી પ્રસિદ્ધ છે. સંખ્યાનું અંતિમ બિંદુછે - શીર્ષ-પ્રહેલિકા. માધુરી વાચનાના આચાર્યોના મત અનુસાર ચોપન અંક અને એક સો ચાળીસ શૂન્ય જે સંખ્યામાં હોય છે, તે શીર્ષપ્રહેલિકાછે. વલ્લભી વાચનાના મત અનુસાર સિત્તેર અંક અને એકસો એંશી શૂન્ય - બસો પચાસ અક્ષરોવાળી સંખ્યા શીર્ષ-પ્રહેલિકા કહેવાય છે. કલ્પના કરો કે આટલી મોટી સંખ્યા માટે કેટલા મોટા કોમ્યુટરની અપેક્ષા રહે! આ જ સંખ્યાને કોઈ પૂર્વધર તત્કાલ આપની સમક્ષ પ્રસ્તુત કરી દેશે, કોઈ કોમ્યુટરની મદદ વગર ! પૂર્વધરનું મસ્તિષ્ક એટલું વિકસિત હોય છે કે તે જટિલતમ ગણિતીય સમસ્યાઓને તુરત ઉકેલી દે છે. વિચિત્ર ઉપમા
એક અંકીય કોમ્યુટર હોય છે અને બીજું માપક-અનુમાપક. અંકીય કોમ્યુટરથી કાળને માપી શકાય છે. શીર્ષ-પ્રહલિકા અંતિમ સંખ્યા છે. ત્યાર પછી સંખ્યાની સીમા સમાપ્ત થઈ ગઈ અને અસંખ્યની સીમાનો પ્રારંભ થયો. સંખ્યાને
મહાવીરનું અહિંસા-દર્શન • 195
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org