________________
કથાઓ ઘડાતી રહી, બીજી તરફ સંશોધનો ચાલતાં રહ્યાં અને એક દિવસ કલ્પના સત્ય બની ગઈ, કથાઓ નજરે જોયેલી ઘટનાઓ બની ગઈ. જો આપણે જૈન સાહિત્યમાં પ્રસ્તુત આ વાતોને કલ્પના પણ માની લઈએ તો એટલી મોટી કલ્પનાઓ કરનારું મસ્તિષ્ક કોપ્યુટરથી પણ વધુ મોટું હશે, વધારે વિકસિત હશે ! જૈન આચાર્યોએ જે જ્ઞાનરાશિનો વિકાસ કર્યો, જ્ઞાનરાશિની જે કલ્પના રજૂ કરી તે આજે પણ નવું આશ્ચર્ય છે, અજાયબી છે અને કોયૂટરયુગીન વ્યક્તિ સમક્ષ એક પડકારરૂપ છે. આપણું મસ્તિષ્ક પશ્ચિમની દિશામાં
મને ઘણી વખત માનસિક ખેદ થાય છે કે ભારતમાં જન્મેલા વિદ્વાનોએ બહારની તરફ જેટલું ધ્યાન કેન્દ્રિત કર્યું, તેનો એક સો મો ભાગ પણ ભારતીય ચેતના અને ભારતીય આત્મા તરફ કેન્દ્રિત કર્યો હોત તો કદાચ ઘણું સારું થાત, પરંતુ તેવું ન થયું. તેનું કારણ છે – વિશાળ જ્ઞાનરાશિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે અને આજે તેની ઉપેક્ષા શરૂ થઈ ગઈ છે. સૌનું સઘળું ધ્યાન અંગ્રેજી ભાષા ઉપર કેન્દ્રિત થઈ ગયું છે. હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, તેનું અધ્યયન પણ હું કરું છું, પરંતુ તેનો જ્યાં, જેટલો ઉપયોગ થવો જોઈએ એટલો જ કરવો જોઈએ. તે ભાષાને એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારી શકાય, ભણી શકાય, ઉપયોગમાં લઈ શકાય; પરંતુ જે ભાષાનો સંબંધ પોતાની ચેતના અને પોતાના આત્મા સાથે હોય, તેને ભૂલી જઈને તેને બદલે બીજી ભાષા તરફ જવું તે આત્મહત્યા કરતાં જરાય ઓછું નથી. વિદ્યા, વિજ્ઞાન અને સાધનાના ક્ષેત્રમાં ભારતની પ્રજાએ ખરેખર આત્મહત્યા કરી છે એમ કહેવામાં મને કોઈ જ સંકોચ નથી. ડૉ. રાધાકૃષ્ણને એક વખત કહ્યું હતું કે, આપણું મસ્તિષ્ક પશ્ચિમ તરફ કામ કરી રહ્યું છે. આગળનું મસ્તિષ્ક તદન શૂન્ય છે અને પાછળનું મસ્તિષ્ક કામ કરી રહ્યું છે એનો અર્થ એ થયો કે પશ્ચિમ તરફ આપણું મસ્તિષ્ક જોડાયેલું છે, પૂર્વ તરફ આપણું મસ્તિષ્ક નથી. જ્યારે મસ્તિષ્ક પશ્ચિમમાં લાગી જાય અને પૂર્વમાં ન રહે ત્યારે તેનું પરિણામ કેવું આવે તેની ચર્ચા કરવાની જરૂર નથી. એક પૃષ્ઠનો અભુત ગ્રંથ
આપણા વિશાળ જ્ઞાનરાશિને આપણે ખોયો છે, છતાં આજે પણ ખૂબ છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 197
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org