________________
ગણી શકાય છે, અસંખ્યને કેવી રીતે દર્શાવી શકાય ? જૈન આચાર્યોએ તે માટે એક ઉપમાની પ્રસ્થાપના કરી. તે ઉપમાની ચર્ચા અત્યંત વિચિત્ર છે.
ચાર યોજનનો એક કૂવોછે. એટલો મોટો કૂવો કે જેમાં લાડનું અને સુજાનગઢ જેવાં બે શહેરો સમાઈ જાય ! તે વાળથી ખીચોખીચ ભરેલો છે. તે યૌગલિક જીવોના વાળ કે જે માણસના વાળ કરતાં અસંખ્ય ગણા પાતળા અને સૂક્ષ્મ હોય છે. હવે આપ તેમાંથી એક વાળ બહાર કાઢો. પહેલો વાળ બહાર કાઢ્યા પછી એક સો વર્ષ બાદ બીજો વાળ બહાર કાઢો. સો-સો વર્ષોના અંતરાલથી એક-એક વાળ કાઢતાં કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય ત્યારે એક પલ્યોપમ થાય ! કલ્પના તો કરો કે ચાર યોજન લાંબો-પહોળો એ ઊંડો વિશાળ કૂવો ક્યારે ખાલી થાય ? એવા દસ કોડાકોડ પલ્યોપમનો એક સાગર હોય છે. ક્યાં સુધી પહોંચી શકાશે ? સમયની એથી પણ ઘણી મોટી સંખ્યાનું વર્ણન જૈન સાહિત્યમાં મળે છે. આજના કોમ્પ્યૂટર યુગમાં આ અવિશ્વસનીય લાગતી બાબતો પ્રત્યે એક વિશ્વાસ જાગ્યોછે, તેની સચ્ચાઈ માટેની શંકા દૂર થઈ ગઈ છે.
આજે પણ પડકાર
એક ગ્રંથ લખવામાં આવ્યોછે - ‘ કષાય પાહુડ’. તે પૂર્વમાંથી તૈયાર કરેલો છે. પ્રાચ્ય સાહિત્યમાં ત્રણ પ્રકારનાં પદ હોય છે – જઘન્યપદ, મધ્યમપદ અને ઉત્કૃષ્ટપદ. ગૌતમ ગણધરે સોળ હજાર મધ્યમ પદોના આધારે આ ગ્રંથનું નિર્માણ કર્યું. એક મધ્યમપદનું પરિમાણ જુઓ. બે કોડાકોડ એકસઠ લાખ, સત્તાવન હજા૨, બસો બાવન કરોડ અને બાસઠ લાખ આઠ હજાર અક્ષરોનું એક મધ્યમપદ હોય છે. એવાં સોળ હજાર મધ્યમપદોથી ‘કષાય પાહુડ'નું નિર્માણ કરવામાં આવ્યું ! આ વાત નવલકથામાં કલ્પિત ગપગોળા જેવી લાગી શકેછે. જો તેને નવલકથાનો ગપગોળો માની લેવામાં આવે તો પણ શું કોમ્પ્યૂટરના સિદ્ધાંતને ન જાણનાર વ્યક્તિ આટલી મોટી કલ્પના કરી શકે ખરી ?
વૈજ્ઞાનિકો પ્રથમ કોમ્પ્યૂટરની કલ્પનાઓ કરતા રહ્યા અને તેમણે એવી અનેક અદ્ભુત કલ્પનાઓ કરીછે. અમે જોયું કે વૈજ્ઞાનિકોની અંતરિક્ષયાત્રા પછીથી શરૂ થઈ, પહેલાં તો અંતરિક્ષયાત્રાની વાર્તાઓ લખાઈ. કોમ્પ્યૂટરની કથાઓ પહેલાં પ્રકાશમાં આવી, ત્યાર બાદ કોમ્પ્યૂટરનું નિર્માણ થયું. એક તરફ કલ્પનાઓ,
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન
196
For Personal and Private Use Only
www.jainelibrary.org