________________
તેનું ઉચ્ચારણ પણ કરી શકે ખરી? ઉત્તર આપવામાં આવ્યો કે ચતુર્દશપૂર્વી અડતાળીસ મિનિટમાં માત્ર સ્મૃતિ જ નથી કરી લેતો, પરંતુ તેનું ઉચ્ચારણ પણ કરી લે છે. અડતાલીસ મિનિટમાં અડતાળીસ શ્લોકોનું ઉચ્ચારણ કરવું સહજ છે, પરંતુ એટલા વિશાળ જ્ઞાનરાશિના ઉચ્ચારણની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. સામાન્ય માણસ માટે આ બુદ્ધિગમ્ય વાત નથી. અડતાળીસ મિનિટમાં આટલા મોટા જ્ઞાનરાશિનું માત્ર સ્મરણ જ નહિ, પરંતુ ઉચ્ચારણ પણ શક્ય છે એ વાત કહેવામાંય અતિ સંકોચ થાય છે. તે કલ્પનાથી પરની વાત છે, પરંતુ સત્ય છે. એવું થઈ શકે છે.
મેડિકલ સાયન્સમાં એ વાતને પકડવામાં આવી છે કે આપણી પ્રત્યેક કોશિકાનું પોતાનું વીજળીઘર હોય છે અને આપણા મસ્તિષ્કને ઓછામાં ઓછી વીસ વોલ્ટ વિદ્યુતની જરૂરત હોય છે. આપણા શરીર પાસે પૂરતા પ્રમાણમાં વિદ્યુત છે. આ શરીરની અંદર એક વિદ્યુત શરીરછે, તૈજસ શરીરછે. સાધના દ્વારા તૈજસ શરીરને વિકસિત કરી લેવામાં આવે તો એટલું ઝડપી, તીવ્રતમ વેગથી ઉચ્ચારણ શક્ય બની શકે છે જેની કોઈ કલ્પના પણ કરી ન શકાય ! સમસ્યા નિવેશની
આચાર્ય ભદ્રબાહુનેપાળમાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરી રહ્યા હતા. તેમની પાસે ભણવા માટે શિષ્યો આવ્યા. તેમણે કહ્યું કે હું અત્યારે મહાપ્રાણ ધ્યાનની સાધનામાં બેઠેલો છું. તેથી પૂરો પાઠ આપી શકીશ નહિ. એ શક્ય છે કે કોઈ વ્યક્તિ મહાપ્રાણ ધ્યાનની સાધના કરી લે અને પોતાના શિષ્યને કરાવી લે તો થોડી જ વારમાં ચૌદ પૂર્વોનું જ્ઞાન તેનામાં નિવિષ્ટ કરી શકાય છે.
આજે કોમ્યુટરમાં પણ નિવેશ (ઇનપુટ)ની સમસ્યા છે. કોયૂટર ગ્રહણ તો ઘણું કરી શકે છે, પરંતુ તેને રાખનાર આટલી બધી બાબતોને એકસાથે રાખી જ નથી શકતો. કેવી રીતે કરે, જો નિવેશ કરનાર કોઈ ગુરુ હોય, અને પોતાના શિષ્યમાં સઘળું જ્ઞાન ભરી દેવા માગતો હોય, પરંતુ તે એવું કઈ રીતે કરી શકે ? શિષ્યમાં સંક્રાંત કરવાની ક્ષમતા ગુરુમાં નથી અને ગ્રહણ કરવાની ક્ષમતા શિષ્યમાં નથી. જો એ જ વ્યક્તિને મહાપ્રાણ ધ્યાનની સાધનામાં નિષ્ણાંત કરી દેવામાં આવે તો ચૌદ પૂર્વોનું વિશાળ જ્ઞાન અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ શકે છે.
ન મહાવીરનું અહિંસા-દર્શન • 194 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org