________________
છે કે જે પોતાના બે હાથ ઊંચા કરી શકે છે, ઉપયોગમાં લઈ શકે છે. અન્ય સૌ પ્રાણીઓ ચોપગાં છે, ચાર પગ વડે ચાલનારાં છે. બે પગ વડે ચાલનાર અને બે હાથ વડે કામ ક૨ના૨ જગતમાં એક માત્ર કોઈ પ્રાણી હોય તો તેછે પુરુષ. માણસે જેટલો વિકાસ કર્યો છે તે બે હાથના આધારે જ કર્યોછે. જો આ બે હાથ ન હોત તો કોઈ વિકાસ થયો ન હોત. સભ્યતાનો વિકાસ, સંસ્કૃતિનો વિકાસ, કલાનો વિકાસ, જ્ઞાનનો વિકાસ, લિપિનો વિકાસ - તમામ વિકાસ આ બે હાથોએ જ કર્યો છે. આપણા સંઘ પુરુષના બે હાથ છે – સાધુ અને સાધ્વી. તેમણે આ સંઘને વિકસિત કર્યો છે, આગળ વધાર્યો છે.
સંઘપુરુષના બે પગ છે - શ્રાવક અને શ્રાવિકા. ઉદર પણ હોય, હાથ પણ હોય, મસ્તિષ્ક પણ હોય, પરંતુ જો પગ ન હોય તો ગતિ થઈ શકે નહિ. આગમનું એક પ્રસિદ્ધ વાક્ય છે - ઠપ્પાઈઁ, વણિજ્જાઈં. એક જગાએ બેસી રહીશું તો વિકાસ અને ગતિ શૂન્ય બની જશે. ગતિ માટે પગ હોવા જરૂરી છે. પગ આધાર બનેછે. મંત્રી મુનિ મગનલાલજીની ભાષામાં આપણા તેરાપંથ ધર્મસંઘનો આધાર, પગ-શ્રાવક સંઘ રહ્યો છે. શ્રાવકસંઘમાં અતૂટ નિષ્ઠા રહેલી છે. તેનો સંકલ્પ છે - એક આચાર્ય, એક આચાર અને એક વિચારનો જે સિદ્ધાંત સંઘ દ્વારા નિરુપિત છે તેનો સ્વીકા૨ ક૨વો અને બીજી તમામ વાતોથી અલગ રહેવું. શ્રાવકોની નિષ્ઠાએ તેરાપંથ ધર્મસંઘને એકછત્ર અખંડ અને આજ સુધી એકરૂપમાં રાખવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ બે પગ - શ્રાવક અને શ્રાવિકાઓ, આ સંઘપુરુષના સુદૃઢ આધાર બનેછે. સંઘપુરુષનું પૂર્ણચિત્ર પ્રસ્તુતછે - જેના બે પગછે, બે હાથ છે, ઉદર છે, હૃદય વિશાળ છે, કંઠ મુખર છે, સ્પષ્ટ છે, જેનું મુખ સુંદર છે, કરોડરજ્જુ મજબૂત છે અને જેનું મસ્તિષ્ક અત્યંત શક્તિશાળી છે - તે છે આપણો સંઘપુરુષ.
સંઘપુરુષ ઃ નવ વિશેષતાઓ
સંઘપુરુષને આપણે ચિરાયુ બનાવવા કેમ ઇચ્છીએ છીએ ? આપણે તેની પાસેથી શું શીખવાનું છે અને તેની ચિરાયુની કલ્પના થકી આપણે શું પ્રાપ્ત કરવાનું છે ?
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 205
For Personal and Private Use Only
www.jainelibrary.org