Book Title: Mahavirnu Ahimsa Darshan
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 205
________________ ઉત્તમાંગ કહેવામાં આવે છે. સૌથી ઉત્તમ અંગ. આ સંઘ પુરુષનું ઉત્તમાંગ, મસ્તિષ્ક છે – આચાર. પુરુષના શરીરનું બીજું મહત્ત્વનું અંગ છે - કરોડરજુ, જે સહજ વૃત્તિઓનું નિયંત્રણ કરે છે અને જ્યાંથી સમગ્ર શરીરમાં નાડીઓનો સંચાર થાય છે. સંઘ પુરુષની કરોડરજ્જુ છે – જિનવાણી. શરીરનું એક મુખ્ય અંગ, જેનું નામ જ છે - મુખ. એટલે કે મુખ્ય. સંઘ પુરુષનું મુખ્ય અંગ છે – અનુશાસન. સંઘપુરુષનો કંઠ છે - સ્વાધ્યાય, જ્યાંથી સંપર્ક સ્થપાય છે, ભાષા ઉદભવે છે, પ્રગટ થાય છે. વ્યક્તિ એકથી બે બને છે અને સમાજ રચાય છે. તેનું માધ્યમ છે - ભાષા. સ્વાધ્યાય, કે જે સંઘપુરુષનો કંઠ છે તે વ્યક્તિને રૂપાયિત કરવાનો ઉપક્રમ છે. ભાર વહન કરવા માટે મજબૂત ખભાની જરૂર પડે છે. આ સંઘપુરુષનો ખભો છે – વિનય. વિનમ્રતામાં, વિનયમાં એટલી બધી શક્તિ છે કે તે મોટામાં મોટો ભાર ઊંચકી શકે છે. પવિત્રતા તેની ઊર્જસ્વિતા બને છે, પ્રાણ-શક્તિ બને છે. સંઘપુરુષનું હૃદય છે – ધ્યાન, જે જીવન-શક્તિનું પ્રતીક છે, પ્રાણ-શક્તિનું પ્રતીક છે અને પવિત્રતાનું પણ પ્રતીક છે. સંઘપુરુષનું ઉદરછે - રચનાત્મક દૃષ્ટિકોણ, તમામ અંગો હોય, પરંતુ પેટ ન હોય, ઉદર ન હોય તો તમામ અંગો પોત-પોતાની જગાએ ઠપ્પ થઈ જાય છે, બેસી રહે છે. કોઈ કામ થતું નથી. આપણી ઊર્જા દરરોજ વપરાય છે અને દરરોજ પેદા થાય છે. આપણે ભોજન કરીએ છીએ. ઉદરનું કામ છે – પચાવવું, રસ બનાવવો, શક્તિ પેદા કરવી, ઊર્જા પેદા કરવી. ઊર્જાનો, પ્રાણનો મુખ્ય સ્રોત છે – આપણું ઉદર. આ સંઘપુરુષનું ઉદરછે – રચનાત્મક અને સર્જનાત્મક દૃષ્ટિકોણ, જેના દ્વારા દરરોજ ઊર્જા પેદા થતી રહે છે, ઊર્જાનો સ્રોત અખંડ બની રહે છે. સંઘપુરુષના હાથ છે – સાધુ-સાધ્વીઓ. જગતમાં પુરુષ જ એક એવું પ્રાણી ન મહાવીરનું અહિંસા-દર્શન • 204 - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210