Book Title: Mahavirnu Ahimsa Darshan
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 203
________________ જેમની શ્રદ્ધા અસમ્યક હોય છે, તેમનામાં સારા કે ખરાબ તમામ તત્ત્વો અસમ્યક્ પરિણત થાય છે. જેમની શ્રદ્ધા સમ્યફ હોય છે તેમનામાં સમ્યફ અને અસમ્યફ તમામ તત્ત્વો સમ્યક્ પરિણત થાય છે. તેથી હે ગૌતમ ! તું શ્રદ્ધાશીલ બન. જે શ્રદ્ધાશીલ છે, તે જ મેઘાવી છે. જે વિજય (આત્મા)માં વિશ્વાસ નથી ધરાવતો તે વિજેતા (પરમાત્મા) બની શકતો નથી. જે વિજયના પથ (ઉપાસના માર્ગ)માં વિશ્વાસ નથી ધરાવતો, તે વિજેતા બની શકતો નથી. જે વિજેતાની સત્તામાં વિશ્વાસ નથી ધરાવતો તે વિજેતા બની શકતો નથી. તેથી આત્મા નથી એમ ન વિચારીશ, પરંતુ આત્મા છે એમ વિચાર. ઉપાસના માર્ગ (સંવર-નિર્જરા) નથી એવું ન વિચારીશ, પરંતુ એમ વિચાર કે ઉપાસના માર્ગ છે. પરમાત્મા નથી એવું ન વિચારીશ, પરંતુ પરમાત્મા છે એમ વિચાર, પરમ અસ્તિત્વનો પ્રવાહ વહાવતાં ભગવાને કહ્યું, હે ગૌતમ! લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, વેદના-નિર્જરા, ક્રોધ-માન, માયા-લોભ, પ્રેમ-દ્વેષ, નરક-તિર્યંચ, મનુષ્ય-દેવ, સિદ્ધિ-અસિદ્ધિ, સાધુ-અસાધુ, કલ્યાણ-પાપ આ બધું છે એનું સંજ્ઞાન કરવું જોઈએ, પરંતુ તે નથી એવું સંજ્ઞાન ન કરવું જોઈએ. તમામ પદાર્થો નિત્ય જ છે અને સઘળું દુઃખ જ દુઃખ છે એવો એકાંત દૃષ્ટિકોણ ન હોવો જોઈએ. વસ્તુના સ્વરૂપને સમજવાની યથાર્ય દષ્ટિઓ - નય-અનંત છે. દુઃખ હિંસા-પ્રસૂત છે. આત્મા સ્વયં આનંદમય છે. અનાત્માનો નિરોધ જ શાંતિ છે. ભગવાન દ્વારા કર્મ-અકર્મ, બંધ અને મુક્તિનો મર્મ પામી, સત્યની આરાધના કરીને ગૌતમ સ્વયં મુક્ત (વિજેતા) બની ગયા. મહાવીરનું અહિંસા-દર્શન - 202 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210