________________
અંતરાત્મા ઇન્દ્રભૂતિ ગૌતમનો
ભગવાને કહ્યું - ગૌતમ! તું એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરીશ. “સમય ગોયમ્ મા પમાયએ” - અપ્રમાદનું આ સૂત્ર સૌ કોઈ માટે પ્રકાશનું સૂત્ર છે.
ભગવાન મહાવીર અપ્રમાદના સંદેશવાહક
હતા. તે સંદેશને સૌ પ્રથમ ઝીલ્યો ગૌતમે. નામ H laulsion ઇન્દ્રભૂતિ, ગોત્ર ગૌતમ. નામ આવરણની પાછળ ઢંકાઈ
ગયું અને ગોત્ર આગળ આવી ગયું.
ગૌતમ વેદના પારગામી વિદ્વાન બ્રાહ્મણ હતા. મહાવીર ક્ષત્રિય રાજકુમાર હતા. ગૌતમ વૈદિક
છે પરંપરાના સંવાહક હતા. મહાવીર શ્રમણ પરંપરાના સૂત્રધાર હતા. મહાવીર બત્રીસ વર્ષની ઉંમરે કેવલી બન્યા. ગૌતમ તે વખતે પચાસ વર્ષના હતા. મહાવીર ગુરુ બન્યા અને ગૌતમ શિષ્ય બન્યા. ત્રીસ વર્ષ સુધી બંને સાથે રહ્યા. બોતેર વર્ષની ઉંમરે મહાવીરનું નિર્વાણ થયું.
મહાવીર અને ગૌતમ બંને શરીરથી જ નહિ, અંતઃકરણથી પણ નજીક હતા. ગૌતમના મનમાં મહાવીર પ્રત્યે રાગ હતો. તે રાગે અંતરાયનું એક કવચ પેદા કરી દીધું. ગૌતમ એક વખત ચિંતનની મુદ્રામાં બેઠા હતા. મનમાં એક પ્રશ્ન જાગ્યો કે મારા શિષ્યો કેવલી બની ગયા અને હું હજી અકેવલી છું?
ન મહાવીરનું અહિંસા-દર્શન - 200 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org