________________
થાય છે ત્યારે વ્યક્તિની ક્ષમતાનો અભુત વિકાસ થાય છે. ગ્રહણ ક્ષમતાના બાર વિકલ્પો આ પ્રમાણે બને છે -
૧. બહુગ્રહણ ૭. નિશ્રિત ગ્રહણ ૨. અલ્પ ગ્રહણ ૮. અનિશ્રિત ગ્રહણ ૩. બહુવિધ ગ્રહણ ૯. અસંદિગ્ધ ગ્રહણ ૪. એકવિધ ગ્રહણ ૧૦. સંદિગ્ધ ગ્રહણ ૫. ક્ષિપ્રગ્રહણ ૧૧. ધ્રુવ ગ્રહણ ૬. ચિરગ્રહણ ૧૨. અધ્રુવ ગ્રહણ
આ બાર સિદ્ધાંતો કોયૂટરના વિકાસ માટે અત્યંત મહત્ત્વના છે. જે વ્યક્તિ પોતાના મસ્તિષ્કને કોયૂટર બનાવવા ઈચ્છે તે વ્યક્તિ પણ આ ક્ષમતાઓનો વિકાસ કરી શકે છે. જૈન આચાર્યો દ્વારા પ્રદત્ત સિદ્ધાંતો આપણા વિકાસ માટે અત્યંત મહત્ત્વના છે. જો તે તરફ આપણું થોડુંક પણ ધ્યાન જાય અને તેમને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો એકવીસમી સદીમાં થયેલો પ્રવેશ માત્ર પશ્ચિમના આધારે, માત્ર યાંત્રિકતાના આધારે જ નહિ, પરંતુ યાંત્રિક વિકાસની સાથોસાથ પોતાની ચેતનાના વિકાસથી પરિપૂર્ણ બની રહેશે. આ ચેતના તરફનું પ્રસ્થાન માનવજાતિ અને સમાજ માટે અધિકતમ કલ્યાણકારી બની રહેશે.
મહાવીરનું અહિંસા-દર્શન - 199
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org