Book Title: Mahavirnu Ahimsa Darshan
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 207
________________ તે વ્યક્તિ, તે સંગઠન શક્તિશાળી અને પ્રાણવાન હોયછે, જેનામાં આ નવ અંગોનો સંતુલિક વિકાસ થઈ જાય છે. પ્રથમ અંગ છે - આત્માનુશાસન. સંઘપુરુષનો નિયામક અનુશાસ્તા છે - આચાર્ય. તેની પાસેથી આપણે આત્માનુશાસન શીખવાનું છે. બીજું અંગ છે – જિનવાણી. સંઘપુરુષની કરોડરજ્જુ છે - જિનવાણી. તેની પાસેથી આપણે પરસ્પરતાનો સહજ વિકાસ શીખવાનો છે. v ત્રીજું અંગ છે – અનુશાસનનિષ્ઠા. શરીરમાં સૌ પ્રથમ મુખને જોવામાં આવે છે. શરીરનું સૌંદર્ય મુખમાં સમાયેલું છે. અનુશાસનનિષ્ઠામાં આપણું સૌંદર્ય સમાયેલું છે. આપણે આત્માનુશાસન પણ શીખવાનું છે અને સાથેસાથે અનુશાસનનિષ્ઠા પણ શીખવાની છે. માત્ર આત્માનુશાસન નહિ. માત્ર આત્માનુશાસનને આધારે વ્યક્તિ, વ્યક્તિ જ બની રહે છે. તે સંઘની નથી થતી. આત્માનુશાસનની સાથે સાથે અનુશાસનનિષ્ઠાનો યોગ કરવાનોછે. તે યોગ સંઘ અને વ્યક્તિ બંને માટે કલ્યાણકારી બને છે. ચોથું અંગછે - સ્વાધ્યાય. કંઠનો આપણે ઉપયોગ કરવાનો છે, અભિવ્યક્તિની ક્ષમતા પ્રગટ કરવાની છે. વિચાર અને ભાવનાના સંપ્રેષણની તે ક્ષમતા જગાડવાની છે, જેથી આપણે આપણા વિચારો અને આપણી ભાવનાઓના સંપ્રેષણની ક્ષમતા આગળ વધારી શકીએ. મજબૂત ખભા જવાબદારીના ભાનના પ્રતીક છે. તેમની પાસેથી આપણે જવાબદારીનું ભાન મેળવવાનું છે - જવાબદારીના ભાનનો વિકાસ કરવાનો છે. એ વિનય નથી કે જેમાં વ્યક્તિ માત્ર હાથ જોડીને બેસી રહે, પરંતુ વિનયનો ફલિત આપણે મેળવવાનો છે - જવાબદારીનું ભાન. પોતાની જવાબદારીનું ભાન કરી શકીએ. છઠ્ઠું અંગછે - ધ્યાન. ધ્યાનનો ઉદ્દેશછે – હૃદયપરિવર્તન. જે જીવનનું એક મહત્ત્વનું પાસું બનેલું છે. તેના દ્વારા ચેતનાની નિર્મળતાનો વિકાસ કરવાનો છે, પોતાની ચેતનાની નિર્મળતા વધારવાની છે. અંતઃચેતનાને વધારે નિર્મળ અને પવિત્ર કરવાની છે. Jain Educationa International મહાવીરનું અહિંસા-દર્શન 206 For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210