________________
સંશોધનો કરી રહ્યા છો, તેનો આધાર શો છે? તેમણે કહ્યું, અમને જૈન સાહિત્યના માધ્યમ દ્વારા આ બધી માહિતી ઉપલબ્ધ થઈ છે.
કોબ્યુટર અંગે આજે ઘણા લોકો જાણે છે. જેમ જેમ આ ક્ષેત્રમાં વિકાસ થતો જાય છે, તે જોતાં એક દિવસ એવો પણ આવી શકે કે માણસ દ્વારા નિર્મિત એક વિદ્યુત મસ્તિષ્ક માણસ ઉપર જ નિયંત્રણ કરવા લાગે ! સરકારી કોમ્યુટરના આધારે ચાલશે, કારખાનાં કોમ્યુટરના આધારે ચાલશે, યુદ્ધો કોયૂટરના આધારે લડાશે, અંતરિક્ષ યાત્રાઓ કોમ્યુટરના આધારે થશે. જીવનના જે કોઈ મહત્ત્વના વ્યવહારો અને કાર્યક્રમો છે તે તમામ કોમ્યુટર દ્વારા સંચાલિત થતા હશે. કોયૂટરની ત્રણ વિશેષતાઓ માનવામાં આવે છે. (૧) જટિલતમ ગણતરી (૨) શીવ્રતમ વેગ
(૩) ન્યૂનતમ સમય ઉકેલાતો કોયડો
જૈન દર્શનની માન્યતા છે કે કેવલ જ્ઞાની સઘળું જાણે છે. પ્રશ્ન ઉદ્ભવી શકે કે કોઈ એક વ્યક્તિ આટલી બધી ચીજોને એક સાથે કેવી રીતે જાણી શકે? આ કોયડો હવે ઉકલી રહ્યો છે. કોયૂટર એક ભૌગોલિક શક્તિ છે. જો તે પણ આટલા વેગથી કામ કરી લેતું હોય તો કેવળજ્ઞાન તો ચૈતન્યની અસીમ શક્તિ છે. તેના દ્વારા અનેક પદાર્થોને એક સાથે જાણી લેવામાં અચરજની કોઈ જ વાત નથી.
જગતના પ્રબુદ્ધ માણસો તેને આશ્ચર્ય ગણાવે છે કે કોયૂટર જટિલતમ ગણતરીને તીવ્રતમ વેગથી ન્યૂનતમ સમયમાં ઉકેલી દે છે. પ્રશ્ન એ છે કે શું આ તદન નવી જ કલ્પનાછે? આ સંદર્ભમાં પૂર્વની ચર્ચા કરવી અપેક્ષિત છે. વિશાળ જ્ઞાનભંડાર, જે જૈન પરંપરામાં આગમના નામે ઓળખવામાં આવે છે તે જ્ઞાનભંડારના એક ભાગને પૂર્વ કહેવામાં આવે છે. તેના જ્ઞાનની વિશાળતાને જૈન આચાર્યોએ અનેક ઉપમાઓ દ્વારા રજૂ કરી છે – ‘તમામ નદીઓની રેત એકઠી કરવામાં આવે, તમામ રજકણોને એકત્રિત કરવામાં આવે તેમ છતાં એક પૂર્વનું જ્ઞાન તેના કરતાં અધિક છે.
તમામ સમુદ્રોનું પાણી એકત્રિત કરવામાં આવે તો એના જલકણોથી પણ
મહાવીરનું અહિંસા-દર્શન - 192
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org