________________
નવું તથ્યઃ હૃદય બે છે.
પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં અમને એક નવું તથ્ય ઉપલબ્ધ થયું કે હૃદય એક નહિ, બે હોવાં જોઈએ. એક હૃદય આપણી ભાવધારાનું વાહક છે. જે હૃદય આપણા ભીતરમાં ધબકે છે તે આપણી ભાવધારાનું વાહક ન હોઈ શકે. કોઈ બીજું હૃદય જ ભાવધારાનું વાહક બની શકે. તેથી અમારું ચિંતન એવું રહ્યું કે હૃદય એક નહિ, બે
છે.
અમદાવાદના સુપ્રસિદ્ધ વૈદ્ય સ્વ. શ્રી ગોવિંદપ્રસાદના ઘેર એક આયુર્વેદ સંગોષ્ઠિનું આયોજન થયું હતું. તેમાં અનેક આયુર્વેદ-વિશેષજ્ઞો અને વિશિષ્ટ
વ્યક્તિઓ ભાગ લઈ રહી હતી. મેં કહ્યું - મેડિકલ સાયન્સના આધારે આપણે જે નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ તે મુજબ આપણને હૃદય બેછે એક નથી. આપણું આ બીજું હૃદય મસ્તિષ્કમાં હોવું જોઈએ. હાઈપોથેલેમસ જે આપણી લિંબિક સિસ્ટમનો એક ભાગ છે તે આપણું બીજું હૃદય છે. એના જ આધારે આપણા પ્રેક્ષાધ્યાનના પ્રયોગો પણ બીજા હૃદયના પરિપ્રેક્ષ્યમાં ચાલી રહ્યા છે.
મારા વક્તવ્યની સંપન્નતા પછી વૈદ્યપ્રવર ગોવિંદપ્રસાદે પોતાની એક નોંધ બતાવી. હકીકતમાં તેમણે એ જ દિવસોમાં એક લેખ લખ્યો હતો. આયુર્વેદમાં હૃદય બે છે એવું જ એ લેખનું મુખ્ય પ્રતિપાદન હતું. એ જાણીને મને સંતોષ થયો કે જે ધારણા કેટલાક વેરવિખેર નિષ્કર્ષોના આધારે અમે તૈયાર કરી હતી તેને એક પુષ્ટ આધાર મળ્યો હતો. ક્રિયાત્મક પ્રયાસ અપેક્ષિત છે.
એક હૃદય એ છે કે જે ધબકે છે. બીજું હૃદય આપણા મસ્તિષ્કમાં છે, જે આપણી સમગ્ર ભાવધારા માટે જવાબદાર છે. ત્યાં જ તમામ ભાવ પેદા થાય છે, સંયમિત થાય છે અને મન ઉપર ઊતરે છે.
જેવી રીતે પ્રાચીન સિદ્ધાંતોના આધારે આપણને આટલું મહત્ત્વપૂર્ણ તથ્ય ઉપલબ્ધ થયું કે આપણને હૃદય બેછે અને તે પણ સર્વથા વિજ્ઞાનસંમત, એ જ રીતે ગ્રંથિતંત્ર વિશે નિઃસંદેહ આયુર્વેદમાં અનેક મહત્ત્વપૂર્ણ જાણકારી છે. તે તરફ આપણું ધ્યાન હજી સુધી જઈ શક્યું નથી. જો એ વિષય ઉપર ગહન અન્વેષણ અને અનુસંધાન શરૂ થાય તો કેટલાંક નવાં તથ્યો પ્રાપ્ત થઈ શકે તેમ છે. એવો ક્રિયાત્મક પ્રયાસ અપેક્ષિત છે કે જે આ દિશામાં નવી ક્ષિતિજો ખુલ્લી કરે.
મહાવીરનું અહિંસા-દર્શન • 187.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org