________________
અહિંસાની સમસ્યા છે કે તમામ માણસો સમાન નથી. હિંસાને તેનો લાભ મળી રહ્યો છે. અચેતનને એકરૂપ કરી શકાય છે. ચેતનને બળપૂર્વક કે આકસ્મિક રૂપે એકરૂપ કરી શકાતું નથી. તેની એકરૂપતાનો એક ઉપાય છે અને તે છે પ્રશિક્ષણાત્મક અભ્યાસ. પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા યૌગલિક સમાજની કલ્પના કરી શકાય છે. યૌગલિક શબ્દ તે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમાં ક્રોધ, માન, માયા, લોભનો આવેશ ઓછામાં ઓછો હોય છે. પરિણામે તે અહિંસક અને અપરિગ્રહી સમાજ બને છે. ઉક્ત કષાય ચતુષ્ટયની તીવ્રતાએ સમાજમાં હિંસા અને પરિગ્રહની સમસ્યાને જટિલ બનાવી દીધી છે.
રાષ્ટ્રીય એકતાનું આધાર સૂત્ર
આપણો આગ્રહ એ વાત ઉપર છે કે સમાજ અહિંસક બને, અપરિગ્રહી બને. પરંતુ તે શક્ય નથી. કષાયની તીવ્રતા અને અહિંસક સમાજની રચના એ બંને વિરોધી બાબતો છે. કષાયની તીવ્રતા અને અનેકાંતનો પ્રયોગ એ બંને એકસાથે શક્ય નથી. અનેકાંત, સાપેક્ષતા, સમન્વય, અહિંસા, અપરિગ્રહ વગેરેની આધારશિલા કષાય ઉપર નિયંત્રણ હોવું તે છે.
ભાવાત્મક એકતા અને રાષ્ટ્રીય એકતાનું આધારસૂત્ર પણ આ જ છે. જૈન વાડ્મયનું પ્રસિદ્ધ સૂત્ર છે કષાયમુક્તિ કીલ મુક્તિદેવ કષાયની મુક્તિ એ જ મુક્તિ છે. ભલે પછી સમસ્યાની મુક્તિ હોય કે દેહની મુક્તિ હોય. આપણા શિક્ષણ સાથે કષાય-નિયંત્રણની વાત જોડ્યા વગર આપણે ભાવાત્મક એકતાની વાત વિચારી શકતા નથી. જૈનદર્શને એ બાબત ઉપર ભાર મૂક્યો છે કે મૂળને સિંચો, માત્ર ફૂલ અને પાંદડાંને ન સિંચો. આપણે પાંદડાં અને ફૂલો ઉપર અટકી જઈએ છીએ, મૂળ સુધી પહોંચવાની વાત ખૂબ ઓછા લોકો કરે છે. મૂળસ્પર્શી નીતિ દ્વારા જ રાષ્ટ્રીય એકતાનું સંવર્ધન કરી શકાય છે.
.
..
મહાવીરનું અહિંસા-દર્શન - 179
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org