________________
નવા પર્યાયો જન્મ લે છે અને જૂના જૂના પર્યાયો નાશ પામતા રહે છે. તેથી કોઈ પણ દ્રવ્ય એકરૂપ નથી હોતું. જેટલી ક્ષણો એટલાં જ એનાં રૂપ. આ વિવિધ રૂપો અને વિવિધ પર્યાયોને જાણવા માટે પ્રત્યેક ક્ષણે શોધનું દ્વાર ખુલ્લું રાખવું પડે છે. શાશ્વતની સાથે ચાલનારા અશાશ્વતને જાણ્યા વગર દ્રવ્યના યથાર્ય રૂપને જાણી શકાતું નથી. તેથી પ્રત્યેક દેશ અને કાળમાં પ્રત્યેક વ્યક્તિને સત્યની શોધનો અધિકાર મળેલો છે.
સત્યનાં બે પાસાં
એક વ્યક્તિ કેવલી કે સર્વજ્ઞ બની જાય છે. તે સત્યને સમગ્રતાથી જાણી લે છે, જોઈ લે છે. તેમ છતાં સત્યની શોધનું દ્વાર બંધ થઈ જતું નથી. કેવલી સત્યને જાણી શકે છે, પરંતુ તેના સમગ્રરૂપને વાણી દ્વારા વ્યક્ત કરી શકતો નથી. આપણો શબ્દકોશ સીમિત છે. માણસની બોલવાની શક્તિ સીમિત છે. આયુષ્યની શક્તિ પણ સીમિત છે. તેથી કોઈ પણ વ્યક્તિ સમગ્ર સત્યને ક્યારેય કહીને વ્યક્ત કરી શકતી નથી. સમગ્ર સત્ય કહી શકાતું નથી. તેથી સત્યની શોધનું દ્વાર હંમેશાં ખુલ્લું રહે છે.
આપણું જગત પરિવર્તનશીલ છે. સમાજ પણ પરિવર્તનશીલ છે. જૈનદર્શન પરિવર્તન અને અપરિવર્તન એ બંનેને સત્યનાં બે પાસાં સમજે છે. અપરિવર્તન વગર પરિવર્તનની અને પરિવર્તન વગર અપરિવર્તન કે શાશ્વતની વ્યાખ્યા કરનારું દર્શન વૈજ્ઞાનિક ન હોઈ શકે. અનેકાંત દષ્ટિમાં દ્રવ્ય પરિવર્તન અને અપરિવર્તન બંનેનું સમન્વિત રૂપ છે. જડનું પણ રવતંત્ર અસ્તિત્વ છે
આચાર્ય હેમચંદ્ર લખ્યું -પ્રભુ! અન્યતીર્થિકો આપના અતિશયોનો અસ્વીકાર કરે છે, પરંતુ યથાર્થવાદનો અસ્વીકાર કેવી રીતે કરશે? યથાર્થવાદી દષ્ટિકોણમાં જડની સત્તા અસ્વીકૃત નથી હોતી. જૈનદર્શન માત્ર ચૈતન્યની સત્તાનો જ સ્વીકાર નથી કરતું, તેમાં જડની સત્તા પણ સ્વીકૃત છે. ચેતન અને જડ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જડ તત્ત્વ પ્રત્યક્ષ છે. તેનો અસ્વીકાર કરી શકાય નહિ. તેને માનસમૃષ્ટિ માનવું એ પણ એક જટિલ પ્રક્રિયા છે, તેથી જડનું સ્વતંત્ર અસ્તિત્વ યુક્તિસંગત અને નૈસર્ગિક છે.
| મહાવીરનું અહિંસા-દર્શન - 181.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org