________________
અને વિનષ્ટ કરવાં તે આપણા હાથમાં છે. આપણે ઇચ્છીએ તો બોલી શકીએ છીએ અને ન ઇચ્છીએ તો બોલાવનું બંધ કરી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો વિચારી શકીએ છીએ અને ન ઇચ્છીએ તો વિચારવાનું બંધ થઈ શકે છે. આ ઇચ્છા આપણા વ્યક્તિત્વનું મૂળ તત્ત્વ છે અને તે મનથી પછે. જો ઇચ્છા મનથી ઉત્પન્ન થતી હોત તો વિચારવાની કે ન વિચારવાની ઇચ્છાનો પ્રશ્ન ન હોત. પછી ઇચ્છા ઉપર મનનો અધિકાર હોત, પરંતુ મન ઉપર ઇચ્છાનો અધિકાર ન હોત. હકીક્ત એ છે કે ઇચ્છાનો મન ઉપર અધિકાર છે, ઇચ્છા ઉપર મનનો અધિકાર નથી.
મન મૂળ સમસ્યા નથી
ઇચ્છા અને ઇચ્છાજનિત સંસ્કારો ચેતના સાથે જોડાયેલા છે. તે શરીર, ભાષા અને મન ત્રણેયને પ્રભાવિત કરે છે. આપણા સ્થૂળ શરીરમાં વ્યક્ત થનારી ચેતનાનું નામ ચિત્ત છે. ચિત્ત અને મન બંને એક જ નથી. ચિત્ત આપણી ચેતના છે અને મન ચિત્તનું સહયોગી અચેતનતંત્ર છે. ઇચ્છા અને સંસ્કાર ચિત્તમાં પ્રગટ થાય છે. એ અભિવ્યક્તિની અવસ્થા એટલે ભાવ. એ ભાવ માનસિક સ્તરે આવીને મનોભાવ બને છે. મન ભાવોનું વાહક છે, ઉત્પાદક નથી. તેથી, મૂળ સમસ્યા મન નથી. મૂળ સમસ્યા છે ઇચ્છા, વૃત્તિ અને સંસ્કાર. ચિત્તવૃત્તિઃ મનનું ઉત્પાદક તત્ત્વ
મન એક પ્રવૃત્તિ છે તેથી ચંચળતા તેની પ્રકૃતિ છે. તેને ક્યારેય સ્થિર કરી શકાતું નથી. તેની બે અવસ્થાઓ છે - વ્યગ્ર અને એકાગ્ર. જ્યારે તે અનેક વિષયો ઉપર ગતિશીલ બને છે ત્યારે તેની વ્યગ્ર અવસ્થા હોય છે. આ વ્યગ્રતા તનાવ પેદા કરે છે. અભ્યાસ દ્વારા વ્યગ્રતાને સમાપ્ત કરીને મનને એકાગ્ર-એક આલંબન ઉપર ગતિશીલ કરી શકાય છે.
ચિત્તની વૃત્તિઓ મનને ઉત્પન્ન કરે છે. એનું તાત્પર્ય એ છે કે ચંચળ ચિત્ત મનને ઉત્પન્ન કરે છે. તે સ્થિર થઈ જતાં મન વિનષ્ટ થઈ જાય છે. તે ચિત્તની ચંચળતા સાથે ઉત્પન્ન થાય છે અને તેની સ્થિરતા થતાં વિનષ્ટ થઈ જાય છે. તેથી તેને અપ્રતિષ્ઠ કહેવામાં આવે છે.
મહાવીરનું અહિંસા-દર્શન 120
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org