________________
દુઃખનું સંવેદન થાય છે. અનિત્ય અનુપ્રેક્ષાનો અભ્યાસ આવાં સંવેદનોથી માણસને બચાવે છે. જેવી રીતે સુખ-દુઃખની અનુભૂતિ આંતરિક છે એવી જ રીતે તેનાથી બચવાનો પ્રયત્ન પણ આંતરિક જ છે. તેને “બોડીઅને “એન્ટીબોડી'ના સિદ્ધાંત દ્વારા સમજી શકાય છે. અનુપ્રેક્ષાનો પ્રયોગ ચેતનાના સ્તરે “એન્ટીબોડી'નું નિર્માણ છે.
માણસ વ્યવહારના સ્તરે સમૂહબદ્ધ છે અને હકીકતમાં તે એકલો છે. વ્યવહારના સ્તરે તેના અનેક સંરક્ષકછે, હકીકતમાં તે ત્રાણરહિત છે. વ્યવહારના સ્તરે તે સૌ કોઈ સાથે જોડાયેલો છે, હકીકતમાં તે સૌથી ભિન્ન છે. નિષ્કર્ષની ભાષામાં કહી શકાય કે એકત્વ, અશરણ અને અન્યત્વ એ વાસ્તવિક સત્ય છે. તેમનો અભ્યાસ માણસને સંવેદનોથી બચાવે છે. માત્ર જ્ઞાનનો અર્થ
આપણી ચેતનાના બે સ્તર છે – (૧) સંવેદનનું સ્તર, (૨) જ્ઞાનનું સ્તર. સંવેદનના સ્તરે દુઃખ અને સુખનું ચક્ર ચાલે છે. જ્ઞાનના સ્તરે તે ચક્ર અટકી જાય છે. એ અવસ્થામાં સહજ આનંદ પ્રગટ થાય છે. તે અહેતુક અને નિમિત્તોથી પર હોય છે. તે પરિસ્થિતિથી પ્રભાવિત અને બાધિત નથી થતો. તે જ્ઞાનની ભૂમિકા પ્રેક્ષા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જેમ જેમ જ્ઞાતા અને દૃષ્ટાભાવની ચેતના વિકસિત થાય છે તેમ તેમ સંવેદના ક્ષીણ થતી જાય છે અને જ્ઞાન વિકસિત થતું રહે છે. આ માત્ર જ્ઞાનની સાધના આજે પણ કરી શકાય છે. માત્ર જ્ઞાન એટલે કોરું જ્ઞાન, સંવેદનશૂન્ય જ્ઞાન. નિષ્કર્ષ એ છે કે પોતાની જાતને સમજીને જ માણસ સુખદુઃખનાં રહસ્યોને સમજી શકે છે, સુખ-દુઃખના મૂળ સ્રોતને શોધી શકે છે.
મહાવીરનું અહિંસા-દર્શન • 118
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org