________________
જીવનની સાર્થકતા
C[
?
માણસનું નાડીતંત્રા તમામ પ્રાણીઓ કરતાં વધારે વિકસિત છે. તેની મસ્તિષ્કીય ક્ષમતા અગમ્ય અને આકલનથી પરછે. તેમાં મન, બુદ્ધિ અને અતીન્દ્રીય ચેતના એ તમામનાં કેન્દ્રો બનેલાં છે. મનથી પર બુદ્ધિ અને બુદ્ધિથી પર ઇન્દ્રિય ચેતનાનું અસ્તિત્વ છે. ચિંતન માનસિક પ્રક્રિયાછે. તેના દ્વારા માણસે ખૂબ વિકાસ કર્યો છે. તેની સાથે સ્મૃતિ અને કલ્પના જોડાયેલી છે. સ્મૃતિ, કલ્પના અને ચિંતન એ ત્રણેયના યોગે વિકાસના ચક્રને ગતિશીલ બનાવ્યું છે. માનસિક ચિંતન
સાથે કામ અને અર્થ એ બંનેનો વિકાસ થયો છે. પશુમાં > કામ છે પરંતુ અર્થ નિયોજનની ક્ષમતા તેનામાં નથી.
માનવીએ કામને પણ વિકસિત કર્યો છે અને તેની પૂર્તિ | માટે અર્થનું સાધન પણ શોધ્યું છે, તેનું નિયોજન પણ કર્યું છે. કામ અને અર્થ
એ બંને મળીને માણસના દશ્ય જીવનચક્રને પૂર્ણ બનાવે છે. તેના આધારે સાર્થકતાની મીમાંસા કરીએ તો એમ કહી શકાય કે જેણે કામ અને અર્થનો સંતુલિત વિકાસ કર્યો છે તે માનવજીવન સાર્થક છે, બાકીનું વ્યર્થ કે નિરર્થક છે. સાર્થકતાની વ્યાખ્યા
બુદ્ધિ અને મન અતીન્દ્રિય ચેતનાનાં મધ્ય દ્વાર છે. તેનું એક કિરણ મનને અજવાળે છે તો બીજું કિરણ અતીન્દ્રિય ચેતના તરફ જાય છે. તેને દશ્યજીવનની સાર્થકતાનો સિદ્ધાંત માન્ય નથી હોતો. જીવન જે દશ્ય છે, તે
મહાવીરનું અહિંસા-દર્શન - 123
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org