________________
એટલું જ નથી. તેની સાથે અદશ્ય પણ જોડાયેલું છે. પ્રત્યેક માણસ બે જગત સાથે જોડાયેલો છે. તે અંતરજગતમાં રહે છે અને બાહ્ય જગતમાં જીવે છે. પ્રથમ અદશ્ય છે અને બીજું દશ્યછે. પ્રથમ સૂક્ષ્મ છે અને બીજું સ્થૂળ છે. પ્રથમ ઇન્દ્રિય અને મન દ્વારા અજ્ઞાત છે અને બીજું એના દ્વારા જ્ઞાત છે. અજ્ઞાત અને જ્ઞાત એ બંને દીપોને એક કરી દીધા વગર મહાદ્વીપ બનતો નથી, એ બંને ખંડોને ભેગા કર્યા વગર વ્યક્તિત્વ અખંડ બનતું નથી. ખંડિત વ્યક્તિત્વના આધારે સાર્થકતાની વ્યાખ્યા પણ આપી શકાતી નથી. અદશ્ય જગતમાં ચૈતન્ય અને આત્માનું અસ્તિત્વ છે. તે નિરંતર વિકાસની દિશામાં સક્રિય છે. એ વિકાસનું સાધન છે ધર્મ. ઇન્દ્રિય ચેતનાના સ્તરે ધર્મનું સ્વતંત્ર મૂલ્ય ઉપસ્થિત કરી શકાતું નથી. તેના સ્વતંત્ર મૂલ્યની પ્રતિષ્ઠા અતીન્દ્રિય ચેતનાના સ્તરે જ કરી શકાય છે. આ ભૂમિકા અચિંતન અને અમનસ્કની ભૂમિકા છે. ત્યાં ચિંતન છે, પરંતુ મન કે ચિંતન માટે અવકાશ નથી.
જ્યાં મનના તમામ ખેલ સમાપ્ત થઈ જાય છે ત્યાં જ તેની અનુભૂતિ થાય છે. સ્વાર્થ અને પરાર્થ એ બંને મનની સીમામાં ઉછેર પામે છે. પરમાર્થ તેની સીમાથી પર છે. જો આપણે અખંડ વ્યક્તિત્વના આધારે સાર્થકતાને વ્યાખ્યાબદ્ધ કરીએ તો કહેવું પડશે કે ધર્મ, કામ અને અર્થનો સંતુલિત વિકાસ જ માનવજીવનની સાર્થકતા છે. પ્રશ્ન માનવજીવનની સાર્થકતાનો.
આદિમાનવ પથ્થરયુગમાં જીવતો હતો, આજનો માણસ અણુયુગમાં જીવી રહ્યો છે. પથ્થરયુગથી અણુયુગ સુધીની યાત્રામાં ચિંતન એક સશક્ત માધ્યમ રહ્યું છે. તેના અભાવે માણસ બળદ જેવો જ રહ્યો હોત, જે હજારો વર્ષ પહેલાં પણ ગાડીનો ભાર ખેચતો હતો અને આજે પણ ખેચી રહ્યો છે. ચિંતનનો વિકાસ પોતે જ માનવજીવનની સાર્થકતા છે. જો માણસના વિકાસનું ચરમબિંદુ, ચિંતન જ હોત તો આ સાર્થકતા ઉપર તેને અત્યંત ગર્વ થાત, પરંતુ ચિંતન તેના વિકાસનું ચરમબિંદુ નથી. માનવીમાં વિકાસની અનંત સંભાવનાઓ છે. તેનામાં મૌલિક મનોવૃત્તિઓ છે. તે ચિંતનને વિપરીત દિશામાં પણ લઈ જાય છે. તેના ઉપર નિયંત્રણ કરવું એ પણ સાર્થકતાનો એક આધાર છે. તે નિયંત્રણ ચિંતન દ્વારા નહિ, અચિંતન અને નિર્વિચારની ભૂમિકામાં જ શક્ય છે. વિચાર વિકાસની સાથે થનારો બૌદ્ધિક વિકાસ ચરિત્ર વિકાસનો નિશ્ચિત વિકલ્પ નથી આપતો. નિર્વિચારની ભૂમિકામાં ચરિત્ર વિકાસનો નિશ્ચિત અનુબંધ છે. તેથી માનવજીવનની સાર્થકતાને વિચાર અને નિર્વિચાર એ બંનેના વિકાસ દ્વારા જ વ્યાખ્યાબદ્ધ કરી શકાય. વર્તમાનની સમસ્યા એ છે કે સાર્થકતાને માત્ર વિચારના માધ્યમથી જ વ્યાખ્યાબદ્ધ કરવામાં આવી રહી છે. આ મનોદશામાં પરિવર્તન જરૂરી છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 124
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org