________________
આરોગ્ય ઉપર ધર્મનો પ્રભાવ
(
માણસ આ જગતનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તેની શ્રેષ્ઠતાનો માપદંડ છે - તેનું વિકસિત નાડીતંત્ર. માણસને જેવું નાડીતંત્ર મળ્યું છે તેવું અન્ય કોઈ પ્રાણીને મળ્યું નથી. આ ગરિમાપૂર્ણ ઉપલબ્ધિ માટે તેને સર્વશ્રેષ્ઠ કહી શકાય છે. તેના મસ્તિષ્કની સંરચના અત્યંત જટિલ છે. તેનો મેરુદંડ ખૂબ શક્તિશાળી છે. તેને અસ્થિમજ્જાની વિશિષ્ટતા પ્રાપ્ત છે. અસ્થિરચના માત્ર એક માળખું નથી, માત્ર એક આધાર નથી; તેમાં અનેક વિશેષતાઓ ક્ષાયેલી છે. સુદઢ અસ્થિરચનાવાળી વ્યક્તિ જ મન ઉપર નિયંત્રણ કેળવી શકે છે, માનસિક એકાગ્રતા સાધી શકે છે. અસ્થિરચનાની સાથે આરોગ્યનો
પણ ગાઢ સંબંધ છે. માત્ર પોતાનામાં જ રહેનાર સ્વસ્થ (સ્વસ્મિન્ તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ ) કહેવાય છે. સ્વસ્થની આ વ્યુત્પત્તિ બીજા નંબરની છે. તેની પ્રથમ નંબરની વ્યુત્પત્તિ છે - જેનાં અસ્થિ સારાં હોય, તે સ્વસ્થ (સુધુ અસ્થિ યસ્ય સ સ્વસ્થ ) ગણાય છે. માનવીના સંસ્કારો અસ્થિ અને મજ્જામાં સમાયેલા હોય છે. જેવા સંસ્કાર તેવા વિચાર, વ્યવહાર અને આચાર. શરીર એકલું નથી
આરોગ્યનો સંબંધ માત્ર શરીર સાથે નથી. શરીર, મન અને ભાવના
મહાવીરનું અહિંસા-દર્શન - 133.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org