________________
મનોભાવ એટલી હદે વિકસી ગયા છે કે કોઈ વ્યક્તિને મારી નાખવી એ કોઈ ખાસ વાત નથી રહી. સમગ્ર જગતની તે ફરિયાદ છે કે આજે હિંસાત્મક વૃત્તિઓ ખૂબ વધી રહી છે, પરંતુ તે શા માટે વધી રહી છે? આપણે તેના કારણ અંગે વિચાર કરીએ. ઘણી વખત કહેવામાં આવે છે કે આ બધું ભણતરને કારણે વધી રહ્યું છે. હું તેને સાચું નથી માનતો. ભણતરને કારણે આ બધું નથી વધ્યું, ભણતરનું તે કામ નથી. આ બધું એટલા માટે ચાલી રહ્યું છે કે બીજા પક્ષ તરફ આપણું ધ્યાન જ નથી. નિયંત્રણ તરફ આપણું ધ્યાન નથી. નિયંત્રણનું જે બીજું પાસું છે – અંતર્દષ્ટિ જગાડવી, પોતાની અતીન્દ્રિય ચેતના જગાડવી તે તરફ આપણી ગતિ કે પ્રગતિ નથી. આપણી પાસે ખૂબ અતીન્દ્રિય ચેતના છે. તેને જગાડવી આવશ્યક છે. આનંદની શોધ
ત્રીજી વાત છે આનંદ. આજે મહાવિદ્યાલયોના પ્રાંગણમાં માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ ખૂબ વધી રહી છે. સમાજમાં પણ તેનું પ્રચલન વધી રહ્યું છે. આ પ્રવૃત્તિ કેમ વધી રહી છે? તેની પાછળ એક આકર્ષણ છે. આકર્ષણ વગર કોઈપણ ચીજ વધી શકતી નથી. માણસનું તેમાં આકર્ષણ છે. “સિગારેટ ન પીવો' – એ વાતમાં એટલું આકર્ષણ નથી, જેટલું આકર્ષણ સિગારેટ પીવામાં છે. આજે સિગારેટ અને શરાબ જેવી ચીજો તો તદન ગૌણ બનીછે. ખૂબ સામાન્ય બની ગઈ છે. તેના બદલે હવે તો ઘણાં બધાં ડ્રગ્સ અને હેરોઈન જેવા પદાર્થોનું પ્રચલન વધી રહ્યું છે. એ બધાંની તુલનાએ સિગારેટ તો કાંઈ જ નથી. નશાની આ પ્રવૃત્તિ આટલી બધી તીવ્ર કેમ બની રહી છે? તેનું કારણ છે – આનંદની શોધ. માણસ આનંદ ઝંખે છે. મસ્તી ઇચ્છે છે. માણસ પોતાના જીવનમાં મસ્તીની ક્ષણો માણવા ઉત્સુક હોય છે. એવી ક્ષણો તેને નથી મળતી ત્યારે તે નશો કરે છે. જેથી થોડાક સમય માટે તે મસ્તીના અનુભવમાં ડૂબી જાયછે. આ બહુ મોટું આકર્ષણ છે, જેનાથી ખેંચાઈને તે સિગારેટ વગેરે નશીલા પદાર્થોનો પ્રયોગ કરે છે. વિકલ્પ આપણી અંદર છે
પ્રશ્ન ઉદ્ભવે છે કે શું તેનો કોઈ વિકલ્પ નથી? વિકલ્પ આપણી અંદર જ છે. આનંદનો વિશુદ્ધ વિકલ્પ આપણી અંદર છે. જો આપણએ અંદરના આનંદને જગાડીશું નહિ તો આપણે નશામાં જવું પડશે. બીજો કોઈ ઉપાય નથી. તેને રોકી શકાય તેમ પણ નથી. જો અંદરના આનંદને જગાડી લેવામાં આવે તો પછી નશો
4 મહાવીરનું અહિંસા-દર્શન - 155 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org