________________
શક્તિના ઉપાસક હતા. તેમના વ્યક્તિત્વનું એક પાસું છે - શાક્ત. તેમના વ્યક્તિત્વનું બીજું પાસું છે આધ્યાત્મિકતા. તેઓ અધ્યાત્મના અતલ ઊંડાણમાં ઊતરતા હતા. કર્મકાંડની સામે જ્ઞાનની પ્રતિષ્ઠા તે યુગની અપેક્ષાની એક વિશિષ્ટ સંપૂર્તિ હતી. કર્મકાંડની બહુલતાથી ભારતીય સમાજ અભિભૂત થઈ રહ્યો હતો. માત્ર સ્વર્ગલક્ષી પ્રવૃત્તિના સિદ્ધાંતે ભારતીય ચેતનાને સપાટી ઉપરની બનાવી દીધી હતી. એવી મનોદશાને બદલવામાં આચાર્ય શંકરનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. ભક્તિવાદી ખ્યાલો પણ અકર્મણ્યતા અને આત્મવિમુખતા પેદા કરી રહ્યા હતા. આચાર્ય શંકરે ભક્તિની અનિવાર્યતાને નકારી નહિ, તેનું સ્વરૂપ બદલી નાખ્યું. તેમની ભક્તિની વ્યાખ્યા સત્યની શોધની વ્યાખ્યા છે –
‘મોક્ષકારણસામગ્રયાં ભક્તિરેવ ગરીયસી । સ્વસ્વરૂપાનુસંધાનં, ભક્તિરિભિધીયતે ।।
જ્ઞાનનાં બાધક તત્ત્વો
લૌકિક દૃષ્ટિએ લોકસંગ્રહનું મહત્ત્વ છે. આધ્યાત્મિક વ્યક્તિ માટે તેનું મહત્ત્વ નથી. શંકરાચાર્યે લોકવાસના, શાસ્રવાસના અને દેહવાસના એ ત્રણેયને જ્ઞાન માટે બાધક ગણાવ્યાં –
લોકવાસનયા જન્તો શાસ્રવાસનયાપિ ચ ।
દેહવાસનયા જ્ઞાનં, યથાવશેવ જાયતે ।।
તેમની આધ્યાત્મિક અવધારણાએ ચેતનાના ઊંડાણને સ્પર્શવાની દિશા આપી. તેમનું આધ્યાત્મિક વ્યક્તિત્વ તેમની સફળતાનો અક શક્તિશાળી સ્રોત હતો.
તેઓ મહાન દાર્શનિક હતા, તે તેમના વ્યક્તિત્વનું ત્રીજું પાસુંછે. અદ્વૈતની સ્થાપનામાં તેમની મેઘા અવિરત ગતિએ વહી હતી. તેમની સૂક્ષ્મદર્શી દષ્ટિ અને અનુભૂતિપૂર્ણ તર્કોએ તેમને દાર્શનિક જગતમાં શીર્ષસ્થ બનાવી દીધા.
અદ્વૈતનો પ્રથમ ગ્રંથ
શંકરાચાર્યના ગુરુ ગૌડપાદે ઉપનિષદોના આધારે અદ્વૈતવાદની સ્થાપના કરી હતી. માંડૂક્ય ઉપનિષદના આધારે તેમને ‘માંડૂક્યકારિકા’ લખી. તે અદ્વૈત
મહાવીરનું અહિંસા-દર્શન 168
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org