________________
શંકરાચાર્ય: એક શલાકા પુરુષ
તેમના દાર્શનિક વિચારોના પ્રસારમાં તેમની અધ્યાત્મ અનુપ્રાણિત બુદ્ધિએ કામ કર્યું છે. સાથે સાથે તેમનું શક્તિરૂપ પણ તેમાં સહયોગી રહ્યુંછે. તેઓ મંત્રસિદ્ધ પુરુષ હતા. તેમણે પોતાની મંત્રશક્તિનો પ્રયોગ લોકસંગ્રહ માટે કર્યો. તેમના દિગ્વિજયમાં દર્શનની શક્તિ સાથે સૈનિક શક્તિનો પણ પ્રયોગ થયો હતો. તેમના અભિયાનને કારણે બૌદ્ધધર્મનું અભિયાન ઠીક ઠીક નબળું પડ્યું. અન્ય દાર્શનિકો પણ તે અભિયાનથી પ્રભાવિત થયા વગર ન રહ્યા. ‘બ્રહ્મસત્યં જગન્મિથ્યા’ના દર્શને લોકમાનસને આંદોલિત કર્યું. એથી સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન પણ મળ્યું, સાથે સાથે લોકોમાં વર્તમાન જીવન પ્રત્યે અકર્મણ્યતાનાં સંસ્કાર બીજ પણ અંકુરિત થવા લાગ્યાં.
નિઃસંદેહ ભારતીય મેઘામાં શંકરાચાર્ય એક શલાકા પુરુષ હતા. તેમનામાં આધ્યાત્મિક, દાર્શનિક અને મંત્રશક્તિ એ ત્રણેયનો વિલક્ષણ યોગ હતો. છેલ્લી સહસ્રાબ્દીમાં ગુપ્ત સામ્રાજ્ય કાલીન સુવર્ણયુગની પુનરાવૃત્તિ ન થઈ શકી. સંકીર્ણ વૈયક્તિકતા, અકર્મણ્યતા અને પારસ્પરિક સંઘર્ષને કારણે ભારતીય સમાજમાં ઠીક ઠીક વેર-વિખેરતા આવી. એ તમામ વેર-વિખેરતાછતાં તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શક્યું તેમાં અદ્વૈત વેદાંત અને તેના પ્રવર્તકના અવદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 171
For Personal and Private Use Only.
www.jainelibrary.org