________________
વિરાગનું મહત્ત્વ
સમ્યફ દર્શનનો વિકાસ ન થાય ત્યાં સુધી માણસ શરીરને જ પોતાનું અસ્તિત્વ માને છે અને પદાર્થને પોતાનો સમજે છે. તે અહંકાર અને મમકાર રાગને વધારે છે. એથી દુઃખનું ચક્ર વધે છે. સમ્યક્ દર્શનનો વિકાસ થતાં સૌ પ્રથમ આ ભ્રાંતિ તૂટે છે. હું શરીર નથી”, “મારું અસ્તિત્વ એનાથી અલગ છે', “હું આત્મા છું, ચેતન છું, શરીર અચેતન છે”. આત્મા અને શરીરના ભેદનું જ્ઞાન સ્પષ્ટ થાય છે ત્યારે રાગનાં મૂળ હાલી ઊઠે છે.
વિરાગનું મૂળ કારણ આત્મા અને શરીરનું ભેદવિજ્ઞાન છે. આ ભેદવિજ્ઞાન માત્ર શબ્દ નથી, એક અનુભૂતિ છે. આ અનુભૂતિ જેટલી પ્રખર હોય છે એટલો જ વૈરાગ્ય પણ પ્રખર થઈ જાય છે. આત્મા અને શરીરનું ભેદવિજ્ઞાન થતાં “આ પદાર્થ મારો છે એવી કલ્પનાઓ સમાપ્ત થઈ જાય છે. શરીર અને પદાર્થ રાગને વધારે છે, શરીર અને પદાર્થ બંનેની ભેદાનુભૂતિ સત્યનો દરવાજો ખોલી નાખે છે. સમ્યક્ દર્શન પુષ્ટ બને
સત્યનો એક અર્થ છે - જે જેવું છે તેને તે જ સ્વરૂપે જાણવું. એટલે કે પદાર્થનું યથાર્થ જ્ઞાન. આ સત્યનું મૂળ માત્ર જ્ઞાનાત્મક છે, આચારાત્મક નથી.સમગ્ર સત્ય એ છે કે જેનું મૂલ્ય જ્ઞાનાત્મક પણ હોય અને આચારાત્મક પણ હોય. સમ્યફ દર્શનના અભાવે જ્ઞાનાત્મક મૂલ્યવાળું સત્ય વિકસિત થઈ શકે છે, પરંતુ આચારાત્મક મૂલ્યવાળું સત્ય વિકસિત થઈ શકતું નથી. એક રાગી માણસ પ્રિય વસ્તુને અહિતકર જાણવાછતાં તેને ત્યાગી નથી શકતો.તેને એકાંશ સત્ય ઉપલબ્ધ છે. તે અહિતકરને અહિતકર જાણે છે છતાં વિરાગને દઢ કરનાર ભેદવિજ્ઞાન તેનામાં નથી. તેથી તે અહિતકરને અહિતકર જાણવાછતાં તેને છોડી શકતો નથી. જૈનદર્શનને ત્યારે જ જીવી શકાય કે જ્યારે સમ્યક દર્શન પુષ્ટ બને, ભેદવિજ્ઞાનનો અભ્યાસ પરિપક્વ બને.
મહાવીરનું અહિંસા-દર્શન - 175.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org