________________
જૈન દર્શનને જીવવું એટલે સત્યને જીવવું
દર્શન કોઈ આકાશી ઉશ્યન નથી, શેખચલ્લીની કલ્પના કે પૂજારીનું સ્વપ્ર નથી. તે યથાર્થ છે. તને જીવી શકાય છે. મહાવીરે દર્શનને જીવ્યું હતું તેથી તેમણે જે કહ્યું એ જ જીવ્યા અને જે જીવ્યા એ જ કહ્યું. દર્શનના કલ્પવૃક્ષનું એક અમર ફળ છે - કહેણી અને કરણી વચ્ચે સમાનતા. રાગ-દ્વેષના આવેશમાં જીવનારા માણસોની કહેણી અને કરણી વચ્ચે ખૂબ અંતર હોય છે. જેમ જેમ વીતરાગતા તરફ ગતિ થતી જાય છે તેમ તેમ કહેણી અને કરણી વચ્ચેનું અંતર ઘટતું જાય છે. વીતરાગતાના
બિંદુ ઉપર પહોંચતાં જ કહેણી અને કરણી સર્વથા સમાન બની જાય છે. યથાવાદી તથાકારી બનવું એ વીતરાગની ઓળખ છે. યથાવાદી તથાકારી ન હોવું એ એવીતરાગની ઓળખ છે. આસ્થાઃ અર્થ અને ફલિતાર્થ
જૈન દર્શનમાં આસ્થા રાખવી એટલે અવીતરાગથી વીતરાગ તરફ જીવનયાત્રાનો પ્રારંભ કરવો. તેનો ફલિતાર્થ એ છે કે કહેણી અને કરણી વચ્ચેના તફાવતના બિંદુથી કહેણી અને કરણીની સમાનતાના બિંદુ તરફ પ્રસ્થાન કરવું.
મહાવીરનું અહિંસા-દર્શન - 172
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org