________________
એકાગ્રતાનું પરિણામ
અમારું પ્રારંભિક અધ્યયન સંસ્કૃતના માધ્યમથી થયું. અમે માત્ર બે શ્લોક કંઠસ્થ કરી શકતા હતા. એ વખતે કંઠસ્થ કરવાની પરંપરા હતી. હજારો શ્લોકો કંઠસ્થ કરવા પડતા હતા. એકાગ્રતાનો વિકાસ કરતાં કરતાં એવી સ્થિતિ બની ગઈ કે એક દિવસમાં આરામથી એક સો શ્લોકો કંઠસ્થ થઈ જતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ ખૂબ કઠિન છે. અમે તેના સો શબ્દો નહિ, સો શ્લોકો આરામથી કંઠસ્થ કરી લેતા હતા ! ઘણા બધા સંતો અવધાનનો પ્રયોગ કરે છે. કલાકો સુધી પ્રશ્નો સાંભળતા રહે છે. તેઓ અનેક કલાકો વીતી ગયા પછી પણ તમામે તમામ પ્રશ્નો રજૂ કરી શકે છે, જટિલમાં જટિલ ગાણિતિક પ્રશ્નો વચ્ચે જ ઉકેલી નાખે છે. દર્શકો પ્રતિક્રિયારૂપે ઉદ્ગાર ઉચ્ચારે છે કે, આ પ્રયોગ કોઈ રીતે કોમ્યુટર કરતાં ઊતરતો નથી. બલ્ક કોયૂટર પણ આવું કરી શકતું નથી. આ શક્તિ ક્યાંથી આવે છે? એ લોકો આવું કઈ રીતે કરી શકે છે? જ્યારે શરીર અને મન એકસાથે થઈ જાય છે ત્યારે એવી સ્થિતિ સહજ બની જાય છે. .
એક પ્રયોગ છે – આશુકવિતાનો. સંસ્કૃતમાં આશુકવિતા કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આશુકવિતા એટલે શીઘ્રકવિતા. જેવો વિષય આપવામાં આવે, સમસ્યા આપવામાં આવે કે તરત જ ધારા-પ્રવાહરૂપે સંસ્કૃતનાં પઘોમાં તે વિષય, તે સમસ્યા ઉપર બોલતાં જવું. આશુકવિતા કરનાર વ્યક્તિ સંસ્કૃતનાં જટિલતમ પઘોમાં બોલતી રહે છે, છંદમય પદ્યોમાં બોલતી રહે છે. સંસ્કૃતના એવા એવા છંદો હોય છે કે જેના એક શ્લોકનાં ચાર ચરણ અને એક એક ચરણમાં વીસ-વીસ અક્ષરો કે માત્રાઓ હોય છે. આ સમગ્ર સિદ્ધિ એકાગ્રતા દ્વારા સહજ શક્ય બને છે.
દૃષ્ટિ સ્પષ્ટ રહે.
ધ્યાન ચંચળતાની સમસ્યાને મિટાવી શકે છે, પરંતુ યથાર્થની સમસ્યાને મિટાવી શકતું નથી. કોઈ રાષ્ટ્ર ઉપર તેનું શત્રુ-રાષ્ટ્ર આક્રમણ કરે અને મોરચા ઉપર તમામ સૈનિકો ધ્યાન લગાવીને બેસી જાય તો તેનું પરિણામ શું આવે તે સૌ જાણે છે. ખેતી કરવાની હોય અને ખેડૂત એમ વિચારે કે તડકો ખૂબ તીવ્ર છે. આવા તડકામાં કોણ મહેનત કરે ? ખેતી કરવાને બદલે તે ધ્યાન લગાવીને બેસી જાય તો સૌ ભૂખ્યા જ રહે. તેણે પોતાના પુરુષાર્થ અને શ્રમ દ્વારા જ પોતાનાં કાર્યો પાર પાડવાં પડશે.
મહાવીરનું અહિંસા-દર્શન - 165.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org