________________
બાબતો સાથે સાથે ચાલશે. જેમ જેમ જાણવાની ક્ષિતિજ વિસ્તરતી જશે, તેમ તેમ માનવાની મર્યાદા ઓછી થતી જશે. જો જાણવાનો પ્રયત્ન જ નહિ કરીએ તો સમગ્ર જીવન માનવામાં જ વીતી જશે.
સિદ્ધાંત આવ્યો ક્યાંથી?
વિજ્ઞાને જાણવાનો પ્રયત્ન કર્યો યંત્રો દ્વારા. સૂક્ષ્મ ચીજોને જાણવા માટે સૂક્ષ્મ સાધનોની જરૂર પડે છે. વિજ્ઞાને માઈક્રોસ્કોપ, ટેલિસ્કોપ વગેરે જેવાં સૂક્ષ્મદર્શક યંત્રોનો વિકાસ કર્યો. અધ્યાત્મના લોકોએ અતીન્દ્રિય ચેતનાનો વિકાસ કર્યો. આપણી અંદર અતીન્દ્રિય ચેતના છે, તે ઇન્દ્રિય ચેતનાથી પરની ચેતના છે. તેના દ્વારા પણ સૂક્ષ્મ સત્યોને જાણી શકાય છે.
કેટલાંક વર્ષ પૂર્વે મેં એક લેખ લખ્યો હતો. દિલ્હી યુનિવર્સિટીના એક અધ્યાપકે તે લેખ વાંચ્યો. તેમણે એક પત્રકારને પૂછ્યું કે, આ લેખક કોણ છે? લેખકે આ લેખમાં એક વાત આ પ્રમાણે લખી છે કે શરીરના કોઈપણ અવયવ દ્વારા જોઈ શકાય છે, સાંભળી શકાય છે, સ્વાદ પારખી શકાય છે, સ્પર્શી શકાય છે - પાંચેય ઇન્દ્રિયોનું કાર્ય એક આંગળી દ્વારા કરી શકાય છે, એક ઇન્દ્રિય દ્વારા કરી શકાય છે. કોઈ પણ અવયવ દ્વારા પ્રત્યેક ઇન્દ્રિયનું કામ કરી શકાય છે ! આવો સિદ્ધાંત વળી ક્યાંથી આવ્યો? જૈવિક રાસાયણિક પ્રક્રિયામાં કદાચ સો વર્ષ પછી આ હાઈપોથીસિસ આવશે. અત્યારે આવો સિદ્ધાંત ક્યાંથી આવ્યો ? પત્રકારે મારું નામ કહ્યું અને તેઓ મારી પાસે આવ્યા. મેં કહ્યું કે, આ સિદ્ધાંત એ અતીન્દ્રિય ચેતના દ્વારા પ્રતિપાદિત છે. અતીન્દ્રિય ચેતના પ્રત્યેક વ્યક્તિ પાસે છે. તે ચેતનાને વિકસિત કરી શકાય છે.
એકાગ્રતાના પ્રયોગો
ધ્યાન દ્વારા આપણે જે ચીજ મેળવી શકીએ છીએ તે અતીન્દ્રિય ચેતનાનો વિકાસ છે અને જ્યારે તે થઈ જાય છે ત્યારે આપણી માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ ખૂબ ઓછી થઈ જાય છે, સમેટાઈ જાય છે. વ્યક્તિ એકાગ્ર બને, પોતાના ભીતરના ઊંડાણમાં જવાનો અભ્યાસ કરે તો અનેક બાબતો બદલાવાની શરૂ થઈ જાય છે. માણસ ચંચળતામાં રહેવાનું જાણે છે, પરંતુ એકાગ્ર થવાનું ખૂબ ઓછું જાણે છે. એક પ્રયોગ છે- આહારયોગનો. તેનો અર્થ છે -ખાતી વખતે ધ્યાન કરો. કોળિયો
મહાવીરનું અહિંસા-દર્શન - 163
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org