________________
પાંચ-દસ ઉદાહરણો જ આપોછો. માત્ર ઉદાહરણો જ આપવાં હોય તો હું આપની સમક્ષ સો ઉદાહરણો આપી શકું છું. પરંતુ આપ પોતે જ વિચાર કરો કે, ગ્રંથકારે લખ્યું અને આપ એમની વાતનો પ્રયોગ કરી રહ્યા છો. આપ તેને માની લઈને કરી રહ્યા છો કે જાણીને કરી રહ્યા છો ? અમુક ગ્રંથકારે લખ્યું અને આપ તેમની વાત માનીને ચાલી રહ્યા છો. જાણવું એનો અર્થ તો છે સાક્ષાત્કાર, પ્રત્યક્ષીકરણ. શું આપને આત્માનું સાક્ષાત્ જ્ઞાન છે ? મેં આગળ કહ્યું કે, માનવું એ ક્યારેક ખૂબ ખતરનાક પણ બને છે અને માનવું એ ક્યારેક જરૂરી પણ હોય છે. કારણ કે માન્યા વગર આપણું કામ ચાલતું નથી. નાનું બાળક માતાની વાત ન માને તે શક્ય નથી, પરંતુ તે બાળક પચાસ વર્ષનો થઈ ગયા પછી પણ માતાની જ વાતને મનતો રહે તો એ પણ ખતરનાકછે. ધાર્મિક જગતમાં આ એક બહુ મોટી વિડંબના બની ગઈછે કે સૌ કોઈ માન્યતાના આધારે ચાલે છે. જાણવાનો પ્રયત્ન કોઈ કરતું નથી.
માનવા અને જાણવા વચ્ચેનો તફાવત
માનવું અને જાણવું એ બે વચ્ચે ખૂબ તફાવત છે. જેટલા દાર્શનિક વિવાદો પેદા થયાછે એ તમામ વિવાદો માનવાને કારણે જ પેદા થયાછે. જાણનાર વ્યક્તિ ક્યારેય મતભેદ પેદા નથી કરતી. જેટલા તર્ક પેદા થાય છે, વિકલ્પો પેદા થાય છે તે માન્યતાના આધારે જ પેદા થાય છે. જ્યાં માનવાની વાત આવે છે ત્યાં તર્કની તમામ અવધારણાઓ સમાપ્ત થઈ જાય છે. જાણવું અત્યંત જરૂરી છે અને આત્માનુશીલન કર્યા વગર આત્માના ઊંડાણમાં ઊતર્યા વગર કોઈ વ્યક્તિ કશું જ જાણી શકતી નથી. તે માત્ર માન્યતાના આધારે ચાલ્યા કરેછે. આત્માછે કે નહિ, પુનર્જન્મ છે કે નહિ, પરમાત્મા છે કે નહિ આ તમામ માન્યતાઓને આપણે એમ કહીને છોડી દેવી જોઈએ કે આમ કહેવામાં આવે છે, ગ્રંથોમાં આમ લખ્યું છે. આપણે જાણવાનો પ્રયોગ કરવો જોઈએ. પોતાની જાતને જાણવાનો જેટલો પ્રયત્ન છે તે જાણવાનો પ્રયત્નછે.
બે પ્રવાહો થઈ જાયછે – એક છે જાણવાનો અને બીજો છે માનવાનો. બંને પ્રવાહોને નજર સામે રાખીને આપણે ચાલવું જોઈએ. જ્યાં માનવાની વાત હોય ત્યાં આપણે એવો આગ્રહ ન કરવો જોઈએ કે હું જાણી રહ્યોછું અને જે લોકો જાણી લે છે તેમના માટે માનવાની વાત સમાપ્ત થઈ જાયછે. આપણા જીવનમાં આ બંને
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 162
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org