________________
વર્ષના વૃદ્ધ માણસમાં નિયંત્રણની શક્તિ ઓછી થઈ જાય છે. ઘરડો માણસ જેટલો ચીડિયો હોય છે તેટલું નાનું બાળક ચીડિયું નથી હોતું. નાડીતંત્ર અને ગ્રંથિતંત્ર નબળું હોય તો ગુસ્સો વધુ આવે છે અને વ્યક્તિ ચીડિયા સ્વભાવની બની જાય છે. પછી તે નિયંત્રણ ઓછું કરી શકે છે. તેનું કારણ દર્શાવતાં કહેવામાં આવ્યું કે, દસબાર વર્ષ સુધી પીનિયલ ગ્લેંડ ખૂબ સક્રિય રહે છે અને તે તમામ હોર્મોન્સના સ્રાવ ઉપર નિયંત્રણ પણ રાખે છે. ત્યાર પછી તે નિષ્ક્રિય થવાનું શરૂ થાય છે. તેની નિષ્ક્રિયતા કેટલીક સમસ્યાઓ પેદા કરે છે. જો આપણે નિયંત્રણની ક્ષમતા વધારી શકીએ તો આપણા જીવનનું એક પાસું ખૂબ સારું બની જાય છે. પરાવિધાઃ અપરાવિધા
જીવનનું બીજું પાસું તે જ્ઞાનનું પાસું છે. જ્ઞાન માત્ર બૌદ્ધિક વિકાસ ઉપર જ આધારિત નથી. આપણા મસ્તિષ્કમાં બે ભાગછે - જમણું પટલ અને ડાબું પટલ – લેટ હેમીસ્ફીયર અને રાઈટ હેમીસ્ફયર. ડાબું પટલ જેને ઉપનિષદમાં અપરાવિદ્યા કહેવામાં આવે છે તે ભાષા, ગણિત, તર્ક વગેરે માટે જવાબદાર છે અને મસ્તિષ્કનો બીજો ભાગ કે જેને પરાવિદ્યા કહેવામાં આવે છે તે ઇટ્યૂશન, અંતર્દષ્ટિ, ચરિત્ર વગેરે માટે જવાબદાર છે. આજની શિક્ષણ સંસ્થાઓમાં ડાબો ભાગ ખૂબ સક્રિય થઈ જાય છે, પરંતુ જમણો ભાગ સુષુપ્ત જ રહી જાય છે. આ અસંતુલને અનેક સમસ્યાઓ પેદા કરી છે. આજે સૌ કોઈ ફરિયાદ કરે છે કે હિંસા ખૂબ વધી રહી છે, અપરાધો ખૂબ વધી રહ્યા છે, આક્રમક વૃત્તિઓ ખૂબ વધી રહી છે. નાનકડું બાળક પણ એગ્રેસિવ થઈ ઊઠે છે. આક્રમકતા સ્પષ્ટ રીતે ઝળકી રહી છે, વધી રહી છે. આ સમસ્યા માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં પજવી રહી છે.
કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્યના એક જાણીતા લેખક છે. તેમણે તેમની અમેરિકા યાત્રાનાં કેટલાંક સંસ્મરણો સંભળાવ્યાં. તેમણે કહ્યું કે, હું મારા એક મિત્ર પાસે બેઠો બેઠો વાતચીત કરી રહ્યો હતો. તે દરમ્યાન એ મિત્રનો દસ-બાર વર્ષનો પુત્ર ખૂબ તોફાન કરી રહ્યો હતો. મારા મિત્રે તેને કહ્યું, બેટા, જરા શાંત રહે. અમે વાતો કરી રહ્યા છીએ. તું તોફાન ન કરીશ. પિતાની વાત સાંભળીને એ બાળક બોલ્યો, પપ્પા! તમે કેવી વાત કરો છો? તમે મને રોકવાનો પ્રયત્ન કરશો તો હું તમને શૂટ કરી દઈશ!
હિંદુસ્તાનનો વિકાસ હજી આ કક્ષાએ પહોંચ્યો નથી. અમેરિકામાં આક્રમક
મહાવીરનું અહિંસા-દર્શન - 154
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org