________________
એવો પ્રબળ આઘાત લાગ્યો કે તે રાત દિવસ ભયનો અનુભવ કરતી હતી. સતત બેચેન રહેતી હતી. તેની એવી ભયગ્રસ્ત માનસિક પરિસ્થિતિને કારણે તેનાં પરિવારજનો પણ બેચેન રહેવાં લાગ્યાં. આખો દિવસ તે ભયથી આક્રાંત રહેતી હતી. ભારે સમસ્યા બની ગઈ હતી. તેણે દસ દિવસની પ્રેક્ષાધ્યાન શિબિરમાં ધ્યાનનો પ્રયોગ કર્યો. શિબિર-સમાપ્તિ પ્રસંગે તેણે પરિવારનાં સ્વજનોને કહ્યું કે તેની માનસિક સ્થિતિમાં લગભગ એંશી ટકા સુધારો થયો હતો. તેને ભય લાગવાનું લગભગ બંધ થઈ ગયું હતું.
આ ભય શી રીતે બંધ થયો? તેને ભય શા માટે લાગતો હતો? જ્યારે આપણી કમજોરીની પ્રણાલી સક્રિય થઈ જાય છે, કોઈ બટન દબાઈ જાય છે – સ્વિચ ઓન થઈ જાય છે ત્યારે કોઈને કોઈ સંવેગ જાગી જાય છે. કોઈકનામાં ક્રોધ, કોઈકનામાં અહંકાર, કોઈકનામાં લાલચ, કોઈકનામાં ડર તો કોઈકનામાં કામવાસના વગેરે તીવ્ર થઈ જાય છે, પરંતુ જો તેની સાથે સાથે આપણે સંવેગ નિયંત્રણની પ્રણાલીને જાણી લીધેલી હોય તો આપણે તે સંવેગોમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ, બટન દબાવી શકીએ છીએ, તેના ઉપર કાબૂ મેળવી શકીએ છીએ. જો તે પ્રણાલીનું જ્ઞાન ન હોય તો “ડૉક્ટરે શરણં ગચ્છામિ' – ડૉક્ટરોના શરણમાં જવું પડે છે. જીવનની પ્રથમ શરત
લંડનમાં એક વ્યક્તિ માનસિક ચિકિત્સક પાસે ગઈ. તેણે ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ ! હું માનસિક દષ્ટિએ અત્યંત પરેશાન છું, અસ્વસ્થ છું. મને કોઈ એવી દવા આપો કે જેથી મને શાંતિ મળે. ડૉક્ટરે કહ્યું, મેં તમારી માનસિક સ્થિતિનું અધ્યયન કરી લીધું છે. હું તમને અત્યારે કોઈ દવા આપવા ઇચ્છતો નથી. પરંતુ મારે તમને એક સલાહ આપવાની છે. તમે આપણા દેશના સુપ્રસિદ્ધ વિદૂષક પ્રેમાલ્ડીની પાસે પહોંચી જાવ. તેની સાથે એકાદ અઠવાડિયું રહીને પછી મારી પાસે આવજો. ત્યારે હું તમને દવા આપીશ. પેલા માણસે માથે હાથ મૂકતાં કહ્યું, અરે, ડૉક્ટર સાહેબ ! હું પોતે જ પ્રેમાલ્ડી છું, હું કોની પાસે જાઉં?
ડૉક્ટર સલાહ આપતા હતા કે, ગ્રેમાલ્હી પાસે જઈને તમે એક સપ્તાહ રહો. આમ કરવાથી તમારી માનસિક પીડા શાંત થઈ જશે. ડૉક્ટરની પાસે પ્રેમાલ્ડી પોતે જ બીમાર બનીને આવ્યો હતો !
મહાવીરનું અહિંસા-દર્શન - 152 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org