________________
જીવનનાં ત્રણ પાસાં
વર્તમાન યુગ વૈજ્ઞાનિક યુગછે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ એમ માની લેવામાં આવ્યું છે કે માનવીના પ્રત્યેક વ્યવહારની પાછળ એક રસાયણ હોય છે. ક્યાંક ક્યાંક ન્યૂરો ટ્રાન્સમીટર હોયછે, ક્યાંક ક્યાંક કેમિકલ હોય છે અને તે આપણા વ્યવહારને નિયંત્રિત કરે છે. જ્યાં સુધી આપણે રાસાયણિક પરિવર્તનની પ્રક્રિયાને સમજી લેતા નથી, યોગિક રાસાયણિક પરિવર્તનને પ્રયોગમાં લાવતા નથી ત્યાં સુધી આપણા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી. જીવનમાં ત્રણ બાબતો અત્યંત આવશ્યકછે - એક સ્વસ્થ, શાંત અને સંતુલિત જીવન જીવવા માટે સૌથી પ્રથમ બાબત છે નિયંત્રણની ક્ષમતા, બીજી બાબત છે જ્ઞાનની ક્ષમતા. જ્ઞાનમાં તેનાં તમામ પાસાં સમાઈ જાય છે – સમજણ, અંડરસ્ટેન્ડિંગ, ખ્યાલ વગેરે. ત્રીજી બાબતછે આનંદની અનુભૂતિ. આ ત્રણ બાબતો જો આપણા બૌદ્ધિક વિકાસ સાથે ન હોય તો આપણું જીવન ખતરનાક બની જાય છે.
એક કાર જઈ રહી હતી. ચાર રસ્તા ઉપર એક પોલીસ ઊભો હતો. તેણે કારને રોકતાં કહ્યું, થોભો ! ડ્રાયવરે પૂછ્યું, શા માટે ? પોલીસે કહ્યું, લાઈટ નથી છતાં ગાડી કેમ ચલાવો છો ? ડ્રાયવરે કહ્યું, તમે જલદી બાજુમાં ખસી જાવ, મારી કારને બ્રેક પણ નથી !
જ્યારે કારને લાઈટ પણ ન હોય અને બ્રેક પણ ન હોય, ત્યારે ડ્રાઈવિંગ કેવું ખતરનાક બની રહેતું હોય છે ! જે જીવનમાં લાઈટ પણ નથી હોતી અને બ્રેક પણ નથી હોતી તે જીવન પણ કારની જેમ જ ખતરનાક બની રહેતું હોય છે. જીવનમાં પ્રકાશ ખૂબ જ જરૂરી છે અને એટલું જ જરૂરીછે નિયંત્રણ પણ. એ બંને બાબતો હોય તો જ જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે, આપણે જે કાંઈ કાર્ય કરીએ તેમાં આનંદનો અનુભવ ત્યારે જ થાયછે. માનસિક તનાવ – મેન્ટલ ટેન્શન આજકાલ એટલું બધું રહેતું હોયછે કે દરેક બાબતમાં માણસ તનાવપૂર્ણ બની રહે છે. આવી અવસ્થામાં જીવનનો કોઈ અર્થ રહેતો નથી, જીવનનો કોઈ આનંદ પણ રહેતો નથી.
ક્ષયોપશમ : નિયંત્રક પ્રણાલી
-
એક સ્વસ્થ, શાંત અને સંતુલિત જીવન જીવવા માટે પ્રથમ શરત છે નિયંત્રણની ક્ષમતાનો વિકાસ કરવો. પોતાની નિયંત્રણની ક્ષમતા વિકસાવીએ. તે
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦
150
For Personal and Private Use Only
www.jainelibrary.org