________________
છે ત્યારે ન તો સિગારેટની જરૂર પડે છે કે ન તો નિયમનું અતિક્રમણ કરીને મનોરંજનના સાધનો અપનાવવાની જરૂર પડે છે. અપેક્ષાઓ ખૂબ ઘટી જાય છે. આપણે આ માદક પદાર્થોના સેવનની વાતને કાનૂની નિયંત્રણ - બહારના કાનૂનો લાદીને ક્યારેય દૂર કરી શકતા નથી, જ્યાં સુધી આપણા ભીતરના આનંદને જગાડી ન લઈએ. જે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને જોવાનું શરૂ કરી દીધું હશે, વર્તમાનના પ્રવાહ સાથે પોતાની જાતને પ્રવાહિત કરવાનું શરૂ કરી દીધું હશે તે વ્યક્તિને ભીતરમાંથી એટલો બધો આનંદ મળશે કે જેની કલ્પના પણ ન થઈ શકે. મસ્તિષ્કની ક્ષમતા જગાડીએ
આપણી નિયંત્રણની ક્ષમતાનો સ્રોત, આપણા અંતરજ્ઞાનનો, અંતરદૃષ્ટિનો સ્રોત અને આપણા આનંદનો સ્રોત - આ ત્રણેય સ્રોત આપણી ભીતરમાં છે. તેમના ઉપર એક આવરણ અને ધૂળ-કચરો જામી ગયાં છે. જો આપણે પ્રયોગ દ્વારા તે આવરણ અને ધૂળ-કચરો દૂર કરી શકીએ અને ભીતરના એ સ્ત્રોતોને પ્રગટ કરી શકીએ તો એક નવા જ જીવનનો પ્રારંભ થઈ શકે, એક નવા જ વ્યક્તિત્વનું નિર્માણ થઈ શકે, નવી પેઢીનું નિર્માણ શક્ય બની શકે. એ પેઢીમાં, એ વ્યક્તિમાં માત્ર જીવનની તમામ સફળતાઓનો જ વિકાસ નહિ થાય, સામાજિક આરોગ્ય અને રાષ્ટ્રીય ચારિત્રનો પણ વિકાસ થશે. તે વ્યક્તિ એવી બની જશે જાણે આજનું એરકંડીશન મકાન! બહારથી ગરમી આવે કે ઠંડી આવે તેનો કોઈ જ પ્રભાવ તેના ઉપર નહિ પડે. સર્વથા અપ્રભાવિત અવસ્થા! એ જ રીતે આપણે પ્રયોગ દ્વારા મસ્તિષ્કને બાહ્ય વાતાવરણથી અપ્રભાવિત બનાવી શકીએ છીએ.
વર્તમાન વૈજ્ઞાનિકો જણાવે છે કે એક સામાન્ય વ્યક્તિ પોતાની મસ્તિષ્કીય ક્ષમતાઓનો માત્ર સાત-આઠ ટકા ભાગ જ ઉપયોગમાં લે છે. બાકીની તમામ મસ્તિષ્કીય ક્ષમતાઓ સુષુપ્ત જ રહી જાય છે. થોડોક મોટો માણસ હશે તો તે પોતાના મસ્તિષ્કની નવ-દસ ટકા ક્ષમતા ઉપયોગમાં લે છે. વધુમાં વધુ દસ-બાર ટકા ક્ષમતા ઉપયોગમાં લે છે. દસ-બાર ટકા મસ્તિષ્કીય ક્ષમતાઓનો પ્રયોગ કરનાર વ્યક્તિ જગતની અસાધારણ વ્યક્તિ ગણાય છે. આપણી એંશી-નેવું ટકા ક્ષમતાઓ સુષુપ્ત જ રહી જાય છે. જો આપણે તે ક્ષમતાઓને જગાડી શકીએ તો જગતનો નકશો બદલાઈ જાય. તેને જગાડવાનો ઉપાય બહાર ક્યાંય નથી. તેને જગાડવાના તમામ ઉપાયો આપણી ભીતરમાં છે. આ વાત જે દિવસે સમજાઈ જશે તે દિવસે આપણા વ્યક્તિત્વનો સર્વાગી વિકાસ સહજરીતે શક્ય બની જશે.
ન મહાવીરનું અહિંસા-દર્શન - 157 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org