________________
શિક્ષણ આપજો. તેને પોતાનાં કૃત્યોમાં ગરિમાપૂર્ણ આસ્થાબોધનો પાઠ ભણાવજો, ત્યારે જ તે માનવતાની ગરિમામાં વિશ્વાસ ધરાવશે.
પ્રાસંગિકતા સાથે સંતાકૂકડી
રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો પત્ર કેટલાક પ્રશ્નો પેદા કરી રહ્યોછે. શું હાર અને જીતના ગૌરવને સહર્ષ સ્વીકારી લેવાની વાત આજનું શિક્ષણ શીખવાડી શકે છે ખરું ? ઈર્ષ્યાથી દૂર રાખવાનો પાઠ આજનું શિક્ષણ ભણાવી શકે છે ખરું ? નકલખોર થવા કરતાં સન્માનપૂર્વક અસફળ રહેવાનું શું આજે ગરિમાપૂર્ણ છે ખરું ? શું આજની શિક્ષણપદ્ધતિમાં તેનો આધાર મળી શકે તેમ છે ખરો ? શું દુઃખની ક્ષણે હસવાનું અને સુખ-દુઃખના જ્ઞાનથી મુક્ત રહેવાનું શિક્ષણ આજના કોઈ પણ વિદ્યાર્થીને આપવામાં આવે છે ખરું ? શું ધૈર્યના વિકાસની વાત આજે વાંછનીય માનવામાં આવેછે ખરી ? વર્તમાન જીવનનાં અધીરાઈ, અસહિષ્ણુતા, તકવાદીપણું અને વિલાસિતાની ભરતીએ પરિવાર તેમજ સમાજને સમસ્યાઓના પરિઘમાં કેદ કરી દીધાં છે. આ અવસ્થામાં ઉક્ત પત્ર વિશેષ પ્રાસંગિક બની રહે છે. પરંતુ અચરજની વાત છે કે આજના શિક્ષણવિદો અને શિક્ષણ અધિકારીઓ આ પ્રાસંગિકતા સાથે પણ સંતાકૂકડી રમી રહ્યા છે. તેમને જેટલો વિશ્વાસ સ્મૃતિ અને બુદ્ધિના વિકાસ ઉ૫૨છે તેટલો વિદ્યાર્થીને નિષ્ઠાવાન અને જવાબદાર વ્યક્તિ બનાવવા ઉપર નથી. ભણેલા-ગણેલા લોકોનાં ટોળાં આજીવિકા માટે નોકરીની શોધમાં આમતેમ અથડાતાં રહે છે. ત્યારે એમ વિચારવા મજબૂર થવું પડે છે કે શિક્ષણની સાથે પાયાની તાલીમ જોડવી જોઈએ. જેથી બેકારોનું પૂર ન આવે, દરેક વિદ્યાર્થી વિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી બહાર નીકળીને પોતાનો વ્યવસાય કરીને આજીવિકા કમાઈ શકે. શિક્ષણના ક્ષેત્રમાં તે પછીનું પગલું છે. તેની પણ આજ સુધી લગભગ ઉપેક્ષા જ થતી રહીછે. શું પાયાની તાલીમ દ્વારા જ શિક્ષણની સમસ્યા ઉકેલી શકાશે ? જે રાષ્ટ્રોમાં બેકારી નથી, ભણેલા-ગણેલા લોકો માટે ત્યાં નોકરીની તંગી નથી. તે રાષ્ટ્રોમાં પણ માનવીય મૂલ્યોની સમસ્યા ઓછી નથી. વર્તમાનમાં હિંસા, અપરાધ, આક્રમકતા, બૌદ્ધિક વિકાસની માયાજાળ, ભ્રષ્ટાચાર અને અનુશાસનહીનતાથી બચવા માટે નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ પણ અત્યંત અનિવાર્ય છે. તાત્પર્યની ભાષામાં કહી
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 131
Jain Educationa International
અબ્રાહમ લિંકન
For Personal and Private Use Only
www.jainelibrary.org