________________
મસ્તિષ્ક નિયંત્રણ
અને જૈવિક ઘડી
માણસનો મૂડ સતત બદલાતો રહે છે. એક જ દિવસમાં પણ મૂડ એકસરખો રહેતો નથી. ક્યારેક તે શાંત હોય છે અને ક્યારેક તે ઉત્તેજિત થઈ ઊઠે છે. ક્યારેક તે પ્રસન્ન હોય છે અને ક્યારેક તે વિષણ થઈ જાય છે. જેમ જેમ ભાવચક્ર બદલાતું રહે છે તેમ તેમ મૂડ પણ બદલાતો રહે છે. માણસની કાર્યક્ષમતા પણ સતત બદલાતી રહે છે. એક જ દિવસમાં તેનાં અનેક રૂપ થઈ જતાં હોય છે. તેનું કારણ શું છે? તેની શોધ હજારો વર્ષ પહેલાં પણ કરવામાં આવી હતી અને આજે પણ
વૈજ્ઞાનિકો તેની શોધ કરી રહ્યા છે. પ્રાચીન શોધનો નિષ્કર્ષ આ છે - સ્વરચક્ર અને આધુનિક શોધનો નિષ્કર્ષ છે - જૈવિક ઘડી. મસ્તિષ્ક, આ પ્રાણશક્તિ, સ્વર અને કાળ એમના સહયોગથી જીવનનો એક લય બને છે. તેનું યૌગિક નામ છે સ્વરચક્ર અથવા સ્વરોદય અને વૈજ્ઞાનિક નામ છે જૈવિક ઘડી.
માણસનો સ્વર ચંદ્ર અને સૂર્યથી પ્રભાવિત થાય છે. તેથી પ્રતિદિન તથા દર પખવાડિયે શ્વાસની ગતિ અલગ અલગ બને છે. સૂર્યોદય વખતે સ્વરચક્રનો નિયમ આ પ્રમાણે છે -
મહાવીરનું અહિંસા-દર્શન - 125
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org