________________
પ્રાણ અને શ્વાસ – એ બંને મસ્તિષ્ક નિયંત્રણ માટે અત્યંત ઉપયોગી તત્ત્વો છે. પ્રાણ આપણી જૈવિક શક્તિ છે. તેના દ્વારા આપણાં શરીર, વાણી, મન, શ્વાસોચ્છ્વાસ, ઇન્દ્રિયો અને જીવન સંચાલિત છે. શ્વાસ પ્રાણશક્તિ દ્વારા ગ્રહણ કરવામાં આવતી પૌદ્ગલિક વર્ગણા છે. એ બંનેના નિયમો સમજીને મસ્તિષ્કની શક્તિઓનો અનપેક્ષિત ઉપયોગ કરી શકાય છે.
વૈજ્ઞાનિકો જૈવિક ઘડી વિષે જે સંશોધનો કરી રહ્યા છે તે સંશોધનો યોગ અને અધ્યાત્મના ક્ષેત્રે સ્વરચક્ર અને ઋતુચક્રના નામે થયાં હતાં. એક વર્ષમાં છ ઋતુઓ હોય છે. તે ઋતુઓમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે માણસ બદલાતો રહેછે. આ એક સ્થૂળ તથ્યછે. માણસ દરરોજ બદલાયછે. તેનો સ્વભાવ જેવો પ્રાતઃકાળે હોયછે તેવો મધ્યાહ્નકાળે નથી રહેતો. જેવો મધ્યાહ્ન કાળે હોયછે તેવો સાંજે નથી રહેતો. આ પરિવર્તનનું કારણ ઋતુચક્ર છે. પ્રત્યેક માણસ એક દિવસમાં સમગ્ર ઋતુચક્રનો અનુભવ કરે છે.
પ્રથમ પ્રહર
વસંત
મધ્યાહ્ન
અપરાત
સંધ્યા
મધ્યરાત્રિ
શરદ
અપરાત્રિ
હેમંત
સમગ્ર
ઋતુચક્રમાં થતાં પરિવર્તનો આ દૈનિક ઋતુચક્રમાં પણ થાય છે. દિવસ દરમ્યાન એકસરખો મૂડ નથી રહેતો. તેનું કારણ ઋતુચક્ર છે. મસ્તિષ્કની ક્રિયા સ્વરચક્ર, પ્રાણચક્ર, સમયચક્ર અને ઋતુચક્ર સાપેક્ષ છે. આ સાપેક્ષતાને સમજીને સફળતાની દિશામાં આગળ વધી શકાય છે.
Jain Educationa International
ગ્રીષ્મ
પ્રાવૃત્ (વર્ષાઋતુ)
વર્ષા
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 128
For Personal and Private Use Only
www.jainelibrary.org