________________
રહે છે. એ જ રીતે વ્યગ્ર અને એકાગ્ર થવાની વાત પણ અર્થહીન બની જાય છે. તેનું નિયામક ચિત્ત છે. તેની વ્યગ્રતા અને એકાગ્રતા ચિત્ત ઉપર નિર્ભર છે તેથી આપણું ધ્યાન ચિત્ત અને મન એ બંનેની સીમા ઉપર કેન્દ્રિત થવું જરૂરી છે. સંચાલક છે ચિત્ત.
સ્મૃતિ, કલ્પના, મનન, ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા અને વિમર્શ આ બધાં મનનાં કાર્યો છે. આ બધાં માનસિક કાર્યો ચિત્તના સહયોગથી જ સંપન્ન થાય છે. તેના સહયોગ વગર મન કશું જ કરી શકતું નથી. શરીરની ક્રિયા સાથે તેની તુલના કરી શકાય છે. હાથની આંગળીઓ ચાલે છે અને અનેક કાર્યો સંપન્ન થઈ જાય છે, પરંતુ તે કાર્ય ચિત્તનો સહયોગ પ્રાપ્ત થયા પછી જ સંપાદિત થાય છે. ક્રિયા કરવી એ શરીરનું કામ છે, તેનું સંચાલન કરવું એ ચિત્તનું કામ છે. બરાબર એવી જ રીતે માનસિક ક્રિયાની સાથે ચિત્તનો યોગ બની રહે છે. આ સંબંધની દષ્ટિએ ઘણી વખત ચિત્ત અને મનને એક જ માની લેવામાં આવે છે. વ્યવહારમાં તેમને એક જ માનવામાં કોઈ મુશ્કેલી નથી પડતી, પરંતુ ધ્યાનસાધનાની ક્ષણોમાં તે મુશ્કેલી સામે તરી આવે છે. જો ધ્યાન મનનો જ એક ખેલ હોય તો પછી વાંદરાની સ્થિરતાને પણ તેની ચંચળતાનું જ એક પ્રદર્શન માનવું જોઈએ.
ધ્યાનના વિકાસનું પ્રથમ ચરણ છે વિકલ્પ ધ્યાન અને બીજું ચરણ છે નિર્વિકલ્પ ધ્યાન. તે સમાધિની અવસ્થા છે અને ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. આવી સ્થિતિ મનની તમામ પ્રવૃત્તિઓ સમાપ્ત થયા પછી જ ઉપલબ્ધ થાય છે. બીજા શબ્દોમાં મન વિનષ્ટ થઈ ગયા પછી જ નિર્વિકલ્પ અવસ્થાનો અનુભવ થાય છે. આ અવસ્થામાં મન વિલીન થઈ જાય છે. ચિત્તની વૃત્તિઓ વિલીન થઈ જાય છે પરંતુ ચિત્ત વિલીન નથી થતું. આ બિંદુ ઉપર ચિત્ત અને મનની અલગતાનો અનુભવ કરી શકાય છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 122
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org