________________
અહિંસાની પ્રસ્થાપનામાં એક મહત્ત્વનું પાસું છે – સુવિધાવાદી દષ્ટિકોણ બદલવો તે. આપણે પ્રદૂષણથી ચિંતિત છીએ, ત્રસ્ત છીએ, પરંતુ સુવિધાવાદી દૃષ્ટિકોણ પ્રદૂષણ પેદા કરી રહ્યો છે એ તરફ આપણું ધ્યાન જ જતું નથી. હું જાણું છું કે સમાજસુવિધાને છોડી ન શકાય, પરંતુ તે અસીમ ન બને એટલો વિવેક તો આવશ્યક છે. જો સુવિધાઓનો વિસ્તાર સતત ચાલુ રહેશે તો અહિંસાનું સ્વમ યથાર્થમાં પરિણત નહિ થાય.
હિંસાઃ કારણોની શોધ
સૂર્યમાંથી અંધકાર વરસે એ ભારે અચરજની વાત છે. એથી પણ મોટા અચરજની વાત છે સામાજિક જીવનમાં હિંસાનો વિસ્તાર થવો. સામાજિક જીવનની આધારશિલા છે - પરસ્પરતાનું સમાધાન. એક વ્યક્તિ બીજી વ્યક્તિને સહ્યોગ આપે, કોઈ કોઈને અવરોધરૂપ ન બને. આચાર્ય ઉમાસ્વાતિએ દર્શનજગતને એક મહત્ત્વનું સૂત્ર આપ્યું. સમાજદર્શનના ક્ષેત્રમાં પણ તેનું ખૂબ મહત્વ છે. તેમનું સૂત્ર છે – “પરસ્પરોપગ્રહો જીવાનામ્ - પરસ્પર એકમેકને સહયોગ આપવો. જીવનું એ આચરણછે. સમાજ એટલે સંબંધોનું જીવન. શાંતિપૂર્ણ સંબંધોમાં સમાજ ફૂલેફાલે છે. તનાવપૂર્ણ સંબંધોમાં તે કરમાઈ જાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે તનાવ ન હોય એવી આપણી ભાવના છે. જો તનાવ હોય તો તેને કઈ રીતે દૂર કરી શકાય તેના ઉપાયો આપણે શોધવાના છે.
હિંસાનાં કારણોને પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય: માનસિક તનાવ નિષેધાત્મક દૃષ્ટિકોણ માનસિક ચંચળતા નાડીતંત્રીય અસંતુલન જૈવ-રાસાયણિક અસંતુલન આ વિષયમાં અન્ય ખ્યાલો પણ મળે છે – હિંસાનું બીજ જીનમાં છે. હિંસાનું બીજ વાતાવરણમાં છે. હિંસાનું બીજ મૌલિક મનોવૃત્તિમાં છે. આ વૈજ્ઞાનિક ખ્યાલો સિવાય દાર્શનિક ખ્યાલ એવો છે કે હિંસાના બીજ
મહાવીરનું અહિંસા-દર્શન • 96
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org