________________
પ્રભુ, મરે અવગુણ ચિત્ત ન ધરો,
સમદર્શી હું નામ તિહારો, ચાહો તો પાર કરો.” આજનું બધું ય પાપ સાફ-માફ. પછીના દિવસે પૂરી તૈયારી સાથે પાપકર્મમાં જોડાઈ જાવ. વર્તમાનમાં ધર્મની સ્થિતિ આવી જ બની ગઈ છે.
હું ઘણી વખત એક પ્રશ્ન પૂછું છું કે ભારતની વસ્તી કેટલી છે? જવાબ મળે છે એક અબજ. મારો બીજો પ્રશ્ન હોય છે કે એમાં ધર્મની ભાવનાવાળા લોકોની સંખ્યા કેટલી? ઉત્તર મળે છે - પંચ્યાશી કરોડ. પંદર કરોડ લોકો નાસ્તિક હોઈ શકે. કેટલાક જૂના નાસ્તિક અને કેટલાક નવા નાસ્તિક. મારો ત્રીજો પ્રશ્ન હોય છે - પંચ્યાશી કરોડમાંથી સંપૂર્ણ નૈતિકતા અને ઈમાનદારીપૂર્વક જીવન જીવનારા - લોકો કેટલા? મારો આ પ્રશ્ન સાંભળીને તેઓ કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે. કોઈ
સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી. આખરે તેમણે એ વાત સ્વીકારવી પડે છે કે પંચ્યાશી કરોડમાંથી ભાગ્યે જ એકાદ કરોડ લોકો ઈમાનદાર હશે. શક્ય છે કે એટલા પણ ન હોય! એનો અર્થ એ થયો કે ભારતમાં એકાદ કરોડ ઈમાનદાર ધાર્મિક લોકો છે અને ચોર્યાશી કરડો લોકો ધાર્મિક છે પરંતુ નૈતિક નથી, ઇમાનદાર નથી. આવી ધાર્મિક વ્યક્તિઓ માટે કટુ છતાં યથાર્થ વિશેષણ હોય છે – બેઈમાન ધાર્મિક. આજે બેઈમાન ધાર્મિક લોકો વધુ છે, ઇમાનદાર ધાર્મિક લોકો ખૂબ ઓછા છે.
ધર્મની આ વાસ્તવિક સ્થિતિ છે. આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે ધર્મ દ્વારા જીવનમાં પરિવર્તન, રાષ્ટ્રીય ચેતનાનું પરિવર્તન અને એકતાની સ્થિતિનું નિર્માણ કરી શકાય? આજે આપણા માટે અને ધર્મના ક્ષેત્રમાં જીવતા લોકો માટે પ્રથમ જરૂર છે ધર્મ અંગે પુનર્વિચાર કરવાની, ધર્મક્રાંતિની. ગણાધિપતિ શ્રી તુલસીએ આ સ્વરને પ્રખરપણે બુલંદ કર્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ આવે
જીવનનું બીજું તત્ત્વછે શિક્ષણ. જેવી રીતે ધર્મક્રાંતિની જરૂર છે તેવી જ રીતે શિક્ષણના ક્ષેત્રે પણ ક્રાંતિ થવી આવશ્યક છે. શિક્ષણના ક્ષેત્રમાં એક નવું અભિયાન શરૂ થવું જોઈએ. એકાંગી અને બૌદ્ધિક વ્યક્તિત્વ બનાવનારું શિક્ષણ અખંડ વ્યક્તિત્વનું નિર્માણ કરી શકતું નથી. સમગ્ર વ્યક્તિત્વ માટે ચારતત્ત્વોનો સંતુલિત વિકાસ આવશ્યક છે. શરીરબળ, મનોબળ, બુદ્ધિબળ અને ભાવનાત્મક બળ – આ ચારેયનો વિકાસ થયા વગર અખંડ વ્યક્તિત્વનું નિર્માણ શક્ય નથી. ખંડિત વ્યક્તિત્વ દ્વારા વર્તમાન સમસ્યાનું સમાધાન શોધી શકાય નહિ. શિક્ષણ
મહાવીરનું અહિંસા-દર્શન - 110
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org