________________
હોય છે ત્યાં સંતુલન ડહોળાઈ જાય છે. આજની સૌથી મોટી સમસ્યા અસંતુલનની
છે.
આપણા મસ્તિષ્કમાં બે પટલ છે – જમણું પટલ અને ડાબુ પટલ. જે ડાબુ પટલ છે તે ભાષા, ગણિત, તર્ક વગેરે માટે જવાબદાર છે. જે જમણું પટલ છે તે અનુશાસન, ચરિત્ર, અધ્યાત્મ, અંતર્દૃષ્ટિ વગેરે માટે જવાબદાર છે. આજે એમ લાગે છે કે શિક્ષણસંસ્થાઓ માત્ર ડાબા પટલને જ જાગૃત કરવામાં સક્રિય છે. જમણું પટલ સૂતેલું ને સૂતેલું રહે છે. આવા સંજોગોમાં વિખંડન અને વિઘટનની વાત ન આવે તો બીજું શું આવે? આપણે જેવું બીજ વાવીએ તેનાથી ભિન્ન ફળની કલ્પના જ શી રીતે કરી શકીએ? વર્તમાન શિક્ષણ સંસ્થાઓ વ્યક્તિને માત્ર બૌદ્ધિક બનાવી રહી છે. અધ્યાત્મ, ચરિત્ર અને અનુશાસનના વિકાસનો વર્તમાન શિક્ષણમાં કોઈ ઉપક્રમ નથી. અસંતુલનનું આ એક મુખ્ય કારણ છે. ધર્મ: વર્તમાન સ્થિતિ
જીવનનું એક તત્ત્વો ધર્મ - જેમાં આપણે જીવી રહ્યા છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, એ પણ આજે સંદિગ્ધ બની ગયું છે. તેને ધર્મને બદલે સંપ્રદાય કહેવાનું વધુ પસંદ કરવામાં આવે છે. ધર્મની વાત કહેવાનું જટિલ બની ગયું છે. આજે સંપ્રદાયની વાત વધુ ચાલે છે અને તેથી એકતાની આશા રાખવી નિરર્થક છે. જ્યાં સુધી જાતિવાદ અને સંપ્રદાયવાદનો ઉન્માદ માણસના મગજ ઉપર સવાર રહેશે ત્યાં સુધી આપણે એકતાની વાત વિચારી પણ નહિ શકીએ. વર્તમાન ધર્મે જાતિવાદ અને સંપ્રદાયવાદને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. સંપ્રદાયવાદનું કામ તોડવાનું છે. જાતિવાદનું કામ તોડવાનું છે, વિઘટન કરવાનું છે. આવા સંજોગોમાં રાષ્ટ્રીય એકતાની વાત એક સમસ્યા જ બની રહે છે.
ધર્મનાં ત્રણ તત્ત્વો છે – અધ્યાત્મ, નૈતિકતા અને ઉપાસના. જો રૂપકની ભાષામાં કહેવું હોય તો ધર્મનું પક્ષી આજે તરફડી રહ્યું છે. તેની બંને પાંખો કાપી નાખવામાં આવી છે. અધ્યાત્મની પાંખ પણ કાપી નાખવામાં આવી છે અને ? નૈતિકતાની પાંખ પણ કાપી નાખવામાં આવી છે. બચી છે માત્ર ઉપાસના. ઉપાસનાની પાંખે ધર્મ પણ તડપતો હોય તેમ દેખાય છે. દરેક જગાએ કર્મકાંડ અને ઉપાસના ચાલી રહ્યાં છે. નૈતિકતા આજે વિચિત્ર સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતને અધ્યાત્મપ્રધાન અને ધાર્મિક દેશ કહેવામાં આવે છે, પરંતુ નૈતિકતાની જે
મહાવીરનું અહિંસા-દર્શન - 108
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org