________________
કર્મસંસ્કારોમાં છે. આ ખ્યાલોના વિસ્તારમાં આપણે નથી જવું. ઉક્ત વર્ગીકરણનાં પાંચ સૂત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું, હિંસામાં ઘટાડો કરી શકીશું અને અહિંસાનો વિસ્તાર કરી શકીશું. અહિંસક સંસ્થાઓનું પોતાનું પ્લેટફોર્મ હોવું જોઈએ
શું આ કાર્ય અહિંસાના વિષયમાં પ્રયોગ અને પ્રશિક્ષણ વગર કરી શકાય ખરું? એક પ્રાચીન કલ્પનાછે અહિંસા એક જળાશયછે. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તેની સુરક્ષાના સેતુબંધ છે – “અહિંસા પયસ: પાલિભૂતાન્યજ્યવ્રતાનિયત. એક બીજી કલ્પના રજૂ કરવા ઇચ્છું છું. સમસ્યાનું મૂળ કારણ પરિગ્રહ છે. હિંસા તેનું પરિણામ છે. આર્થિક સમસ્યાએ હિંસાની સમસ્યાને જટિલ બનાવી દીધી છે. અસત્ય, ચોરી તેની પરિક્રમા કરી રહ્યાં છે. કલહ અને યુદ્ધ એ હિંસાનાં શિખરો છે. મહાવીરની આ વાણીમાં અનુભવનો સાક્ષાત્કાર થાય છે.
આપણે ગણાધિપતિ તુલસીના સાંન્નિધ્યમાં એકઠા થયા છીએ. આ સમાગમ માત્ર વાતચીત પૂરતો સીમિત ન રહે, પરંતુ અહિંસાના એક મંચની આધારશિલા બની જવો જોઈએ. અહિંસાના ક્ષેત્રમાં કામ કરનાર સ્વયંસેવી સંસ્થાઓનો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક મંચ હોવો જોઈએ. હું એક બીજું સૂચન કરવા ઇચ્છું છું કે અહિંસાના ક્ષેત્રમાં કામ કરનાર સ્વયંસેવી સંસ્થાઓનો પોતાનો એક મંચ હોવો જોઈએ, સંયુક્ત રાષ્ટ્રસંઘ હોવો જોઈએ. તેનું પોતાનું અર્થશાસ્ત્ર હોવું જોઈએ, સમાજશાસ્ત્ર હોવું જોઈએ, આચારસંહિતા હોવી જોઈએ. જો આપણે આ વાત પ્રસ્તુત નહિ કરીએ તો અહિંસા વિશ્વમાનસમાં પોતાનું સ્થાન બનાવી નહિ શકે. અહિંસાની સફળતાનાં સૂત્રો
એક તરફ અહિંસાની વાત ચાલી રહી છે અને બીજી તરફ શિક્ષણમાં અહિંસા માટે કોઈ સ્થાન નથી. વર્તમાન શિક્ષણ માત્ર બૌદ્ધિક વિકાસ સુધી જ સીમિત છે.
જ્યાં સુધી આપણા શિક્ષણમાં બૌદ્ધિક વ્યક્તિત્વની સાથે ભાવનાત્મક વ્યક્તિત્વના વિકાસની વાત નહિ જોડાય, ત્યાં સુધી અહિંસાની વાત વ્યર્થ થઈ જશે.
મહાવીરનું અહિંસા-દર્શન : 97
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org