________________
છે. પોતાના પક્ષના વિજય માટે સાંપ્રદાયિક કટ્ટરતાનો પ્રશ્ન તદન ગૌણ કરી દેવામાં આવે છે. બીજા જવાબદાર છે ધાર્મિક લોકો. તેઓ પોતાના પ્રભુત્વના વિસ્તાર માટે પ્રલોભન અને બળ-પ્રયોગનો આશરો લે છે. તેના દ્વારા ધર્માતરણનો કાર્યક્રમ ચલાવે છે. હું માનું છું કે ધર્માતરણની સ્વતંત્રતાને રોકી શકાય નહિ અને રોકવી પણ ન જોઈએ, પરંતુ જે ધર્માતરણ સાથે પ્રલોભન અને બળ-પ્રયોગ જોડાયેલાં હોય, તે ધર્માતરણ નથી. ખરેખર તો તે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિનું જ એક અંગ છે. જે ધર્મોમાં ધર્મ અને જાતિનું એકીકરણ માન્ય છે ત્યાં આ સમસ્યા ખૂબ જટિલ બની ગઈ છે. કોઈ જૈન વૈષ્ણવ બની જાય અને કોઈ વૈષ્ણવ જૈન બની જાય તો એમાં ધર્મ-પરિવર્તન તો છે, પરંતુ એ કોઈ સમસ્યા નથી. જૈન અને વૈષ્ણવ કોઈ જાતિ નથી. બંને એક જ જાતિના લોકો છે. આ માત્ર વૈચારિક પરિવર્તન છે. પરંતુ કોઈ હિંદુ મુસલમાન કે ઈસાઈ બને અથવા તો કોઈ મુસલમાન ઈસાઈ કે હિંદુ બને તો તે પરિવર્તન સમસ્યા બંની જાય છે અને એવા પરિવર્તને જ સાંપ્રદાયિક કટ્ટરતાને સુદઢ બનાવી છે. આજે ભારતમાં હિંદુઓ અને મુસલમાનો નાની નાની ઘટનાઓમાં સામસામે આવી જાય છે. માત્ર ધર્મ અને સંપ્રદાયનો પ્રશ્ન હોત તો આવું ક્યારેય ન થાત. આ સમસ્યા છે. ધર્મમિશ્રિત જાતિની અને જાતિમિશ્રિત ધર્મની. મૂળભૂત સમસ્યાઓ બે છે
માનવસમાજ જાતિ, રાજનીતિ અને ધર્મ એ ત્રણેયની મિશ્રિત વ્યવસ્થાનો શિકાર બની રહેશે ત્યાં સુધી સાંપ્રદાયિક કટ્ટરતા અને મતાંધતાનો ઉપાય સરળ નહિ બને. આપણી સમક્ષ સાંપ્રદાયિક સમસ્યા સાથે સંકળાયેલી મૂળભૂત બે સમસ્યાઓ છે – પ્રથમ સામ્રાજ્યવાદી કે એકાધિકારવાદી મનોવૃત્તિ, બીજી ધર્મ, રાજનીતિ અને જાતિનું એકીકરણ. આ બંને સમસ્યાઓને ઉકેલ્યા વગર સાંપ્રદાયિક કટ્ટરતાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે? આ વાત અત્યંત વિમર્શનીય છે.
સાંપ્રદાયિકતા મૂળ સમસ્યા નથી
સાંપ્રદાયિક કટ્ટરતાનું મૂળ બીજ ધૃણા છે. તેનો અંકુર છે – “ધર્મ જોખમમાં છે એવો નારો. ચિંતનના ઊંડાણમાં જવાથી એવો અનુભવ થાય છે કે સાંપ્રદાયિકતા કોઈ મૂળ સમસ્યા નથી. આપણે મૂળ સમસ્યાને જોઈ રહ્યા નથી. સમસ્યા દ્વારા ઊપજેલી સમસ્યા જ આપણી નજર સામે તરી રહી છે. એક માણસ એવો પાગલ
ન મહાવીરનું અહિંસા-દર્શન - 105
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org