________________
અને આર્થિક વિષમતા છે. તેનું કારણ છે સંપન્ન વર્ગનો વિપન્ન વર્ગ પ્રત્યેનો ક્રૂર વ્યવહાર, તેનું કારણ છે ઉચ્ચ વર્ગની વિલાસિતા અને સુખ-સુવિધાપૂર્ણ જીવન, એનું કારણ છે નિમ્નવર્ગની ઉપેક્ષા. આ તમામ કારણોની સમાપ્તિ થઈ જાય તો હિંસા આપોઆપ ઓછી થઈ જાય. આ સચ્ચાઈ તરફ રાજ્યસરકાર, સમાજસેવી સંસ્થાઓ અને ધર્મના લોકો ધ્યાન આપે તો એક સમસ્યાનું સમાધાન થઈ શકે. માત્ર કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને વિચારવું, અર્ધસૈનિક બળોની ટુકડીઓ નિયુક્ત કરવી, પોલીસને વધુ સક્ષમ બનાવવી, અતિઆધુનિક હથિયારોનો ઉપયોગ કરવો એ બધું હિંસાની સમસ્યાના ઉકેલ માટે પર્યાપ્ત નથી. આ સમસ્યાના સમાધાનનું મુખ્ય કારક છે – શક્તિશાળી વર્ગના હૃદયમાં કરુણાનો વિકાસ.
મહાવીરનું અહિંસા-દર્શન - 64.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org